મહેફિલમાં ત્રાટકી પોલીસ, અમદાવાદમાં 100સહિત 130થી વધુ પીધેલા પકડાયા

Jan 01, 2017 01:29 PM IST | Updated on: Jan 01, 2017 02:45 PM IST

અમદાવાદઃ 31મીએ રાત્રે નશો કરી અને ઉજવણી કરી રહેલા લોકો પર પોલીસ દ્વારા ખાસ વોચ રાખવામાં આવી હતી. અને તેમને ઝડપી સજા કરાઇ હતી.અમદાવાદમાં 31 ડિસેમ્બરની રાત્રે 100 નશાખોર ઝડપાયા છે.ચાંદખેડામાં 9, વસ્ત્રાપુરમાંથી 3 લોકો ઝડપાયા છે.અલગ અલગ પોલીસે નશાખોરોને ઝડપી પાડ્યા છે.

અરવલ્લી જિલ્લામાંથી 18 નશાખોર ઝડપાયા છે.શામળાજી-રાજસ્થાન બોર્ડર પરથી 16 નશાખોર ઝડપાયા છે.નવા વર્ષ નિમિત્તે રાજસ્થાનમાં નશો કરી ગુજરાતમાં પ્રવેશતા હતા.50થી વધુ પોલીસ દ્વારા રાતથી શામળાજી બોર્ડર સીલ કરાઈ હતી.ઝડપાયેલા નબીરાઓ અમદાવાદ અને મહેસાણાના રહેવાસી છે.મોડાસા પોલીસે પણ 2 નશાખોરની અટકાયત કરી છે.

વાપીના છરવાડામાં દારૂની મહેફીલ પર વલસાડ LCBની ટીમ ત્રાટકી હતી.12થી વધુ નબીરાઓ મહેફીલ માણતા ઝડપાયા હતા.બિયરના જથ્થા સાથે તમામ નબીરાઓ ઝડપાયા છે.ખુલ્લા પ્લોટમાં પાર્ટી ચાલી રહી હતી.મહેફીલમાં પોલીસ ત્રાટકતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર