આજે રેલવે માટે અૈતિહાસીક દિવસ, ભારતની પ્રથમ બુલેટ ટ્રેન યોજનાનો શિલાન્યાસ

Sep 14, 2017 10:23 AM IST | Updated on: Sep 14, 2017 01:19 PM IST

અમદાવાદઃ જાપાનના પીએમ શિંજો એબે અને PMમોદી નો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનું સપનું જોયું હતું. આજે વડાપ્રધાન તરીકે જાપાનના સહકારથી સપનું સાકાર કરવાની શરૂઆત કરવા જઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના પીએમ શિંઝો અબેની સાથે આજે દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું ભૂમિપુજન કરશે. મુંબઈથી અમદાવાદ સુધી ચાલનારી આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને 2022 સુધી પૂરો કરવાનો ટાર્ગેટ છે. જો બધુ જ ટાર્ગેટ અનુસાર રહ્યું તો આઝાદીની 75મી વર્ષગાંઠ એટલે કે 15 ઓગસ્ટ 2022 સુધીમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડવા લાગશે.

અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પાસે એથલેટીક્સ ગ્રાઉન્ડ ખાતે બૂલેટ ટ્રેન એટલે કે હાઈ સ્પીડ ટ્રેનનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન દ્વારા કરશે. સાથે ભારતીય રેલવેના ઈતિહાસમાં એક નવા યુગનો પ્રારંભ થશે. પરિણામે દેશમાં અન્યત્ર બુલેટ ટ્રેન શરૂ થવાનો માર્ગ પણ મોકળો બનશે. ખાતમૂહુર્ત પહેલા શિન્ઝો આબેને વડાપ્રધાન નરેન્દ મોદીએ હાઈસ્પીડ રેલના રૂટનું મોડલ દર્શન કરાવ્યું હતું.

PM નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ શિંજો એબેઅે  બુલેટ ટ્રેનનું ખાતમૂહુર્ત કર્યું.

જાપાનના પીએમ શિંજો એબેઅે નમસ્કાર કહી સંબોધનની કરી શરૂઆત પોતાના સંબોધનમાં કહ્યું કે,

મારા માટે ખુશીનો દિવસ

ભારત-જાપાન એકબીજાના હિતમાં

ભારત-જાપાનના નવા અધ્યાયની શરૂઆત

જાપાનની અર્થ વ્યવસ્થામાં બદલાવ આવ્યો

શક્તિશાળી જાપાન ભારતના હિતમાં

જાપાન-ભારતની દોસ્તી હિંદ-પ્રશાંત મહાસાગરનો સંગમ

જાપાન મેઈક ઈન ઈન્ડિયાથી પ્રતિબદ્ધ છે

તમામ ભારતીય માટે જાપાનની સરકાર કડી મહેનત કરવા તૈયાર

PM મોદી વૈશ્વિક અને દૂરદર્શી નેતા છે

જાપાનથી 100 થી વધારે એન્જિનિયરો ભારત આવ્યા

બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનનો પુનઃ જન્મ થયો

ભારતમાં નવા અધ્યાયના શરૂઆતથી ખુશી

પીએમ મોદી મારા સારા મિત્ર

જાપાનમાં અત્યાર સુધી એકપણ રેલદુર્ઘટના નહીં

હું જ્યારે ફરી અમદાવાદ આવુ ત્યારે બુલેટ ટ્રેનમાં આવુ અને એ પણ પીએમ મોદી સાથે બેસીને આવું.

 

પીએમ નરેન્દ્ર મોદીનું સંબોધન

હું શિંઝો આબેનું હું ફરીથી સ્વાગત કરૂ છું

સપનાનો વિસ્તાર જ કોઈપણ સમાજની ઉડાન

''ગુજરાતની પ્રજાને પણ આપ્યા અભિનંદન''

શિંઝો આબે મારા અંગત મિત્ર

રોજગાર પણ લાવશે અને રફતાર પણ લાવશે

આજનો દિવસ ભારત-જાપાન માટે એક ઐતિહાસિક દિવસ

આજે જાપાનને બતાવી દીધુ કે ભારત પાસે કેટલા પાકા દોસ્ત છે

ભૂમિપૂજનનો સમગ્ર શ્રેય શિંઝો આબેના ફાળે

જાપાન ભારતનો મજબૂત દોસ્ત

બુલેટ ટ્રેનથી રોજગારીની તક મળશે

તેજ ગતિથી તેજ પરિણામ મળશે

વિકાસ માટે પરિવહન ખુબ જરૂરી

બુલેટ ટ્રેનથી રોજગારીનું નિર્માણ

બીજા વિશ્વયુદ્ધ પછી બુલેટ ટ્રેનને જાપાનના અર્થજગતને બદલી નાંખ્યું

મુંબઇ-અમદાવાદ માટે હવાઇયાત્રા માટે જેટલો સમય લાગે છે તેના કરતાં પણ ઓછા સમયમાં ટ્રાન્સપોર્ટેશન કરાશે

કોઇપણ દેશના વિકાસ માટે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ખૂબ જ મહત્વની

સમય કોઇની રાહ નથી જોતો

આપણે સસ્તા દરે લોન મેળવવા પ્રયાસ કરીએ છીએ

બુલેટ ટ્રેનથી રોજગારીનું નિર્માણ

જાપાને રૂ.88 હજાર કરોડની લોન આપી

બુલેટ ટ્રેન જાપાનની અમુલ્ય ભેટ

વગર વ્યાજે જાપાને બુલેટ ટ્રેન માટે લોન આપી

અમદાવાદથી આમચી મુંબઇ જશે બુલેટ ટ્રેન

સામાન્ય માણસને ટેકનોલોજીનો લાભ થશે

0.1 ટકાના દરથી જાપાને લોન આપી

આ પ્રોજેક્ટથી રોજગારીના નવા અવસર

બુલેટ ટ્રેનથી પર્યાવરણની જાળવણી પણ થશે

બુલેટ ટ્રેનથી ઇંધણની બચત થશે

દેશના સામાન્ય માણસને હવાઇ સેવાનો લાભ મળશે

બુલેટ ટ્રેનના સાધનો ભારતમાં બનશે

મેક ઇન્ડિયાને મજબૂતી મળશે

વડોદરામાં બુલેટ ટ્રેનિંગ સેન્ટર બનશે

 

 

 

 

સુચવેલા સમાચાર