ચીટફંડ કૌભાંડ: તૃણમુલ કોંગ્રેસના સાંસદ સુદીપ બંદોપાધ્યાયની ધરપકડ, ભાજપ કાર્યાલયે તોડફોડ

Jan 03, 2017 05:57 PM IST | Updated on: Jan 03, 2017 05:57 PM IST

નવી દિલ્હી #પશ્વિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમુલ કોંગ્રેસના સાંસદ બંદોપાધ્યાયની સીબીઆઇએ મંગળવારે સાંજે ધરપકડ કરી લેતાં મામલો ગરમાયો છે. તો બીજી તરફ ટોળા દ્વારા ભાજપ કાર્યાલય પર હુમલો કરાયો છે. જેમાં 11 લોકો ઘવાયાનું જાણવા મળી રહ્યું છે. અહીં નોંધનિય છે કે, સાંસદ સુદીપ ચીટફંડ કૌભાંડના કથિત મુખ્ય આરોપી છે. સીબીઆઇ દ્વારા એમને પડોશી રાજ્ય ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વર લઇ જવાયા છે જ્યાં એમની પુછપરછ કરવામાં આવશે.

જાણવા મળ્યા મુજબ સાંસદ સુદીપની ધરપકડ બાદ કોલકત્તામાં ટીએમસી કાર્યકર્તાઓ દ્વારા ભાજપના પ્રદેશ મુખ્યાલય પર હુમલો કરાયો છે. કાર્યકરોનું ટોળું કાર્યાલયમાં ઘૂસી ગયું હતું અને તોડફોડ કરી હતી. આ પહેલા ટીએમસી કાર્યકરોએ ભાજપના કાર્યલય પર પથ્થરમારો કર્યો હતો.

ચીટફંડ કૌભાંડ: તૃણમુલ કોંગ્રેસના સાંસદ સુદીપ બંદોપાધ્યાયની ધરપકડ, ભાજપ કાર્યાલયે તોડફોડ

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજીએ પોતાના સાંસદની ધરપકડને લઇને આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કેન્દ્ર સરકાર સામે નિશાન સાધતાં કહ્યું કે, પીએમ મોદી અમને બધાને પકડી શકે છે પરંતુ નોટબંધી મામલે અમારો વિરોધ ચાલુ જ રહેશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર