કોગ્રેસના ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધીને 'હાર્દિક' ધમકી, જાણો શું છે સમગ્ર મામલો

Oct 28, 2017 02:15 PM IST | Updated on: Nov 02, 2017 10:47 AM IST

તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા કોગ્રેસના ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધીને ચુપચાપ મળીને નિકળી ગયેલા હાર્દિક પટેલે હવે કોંગ્રેસ સામે પણ બાયો ચઢાવી છે. હાર્દિક પટેલે આજે શનિવારના રોજ ટ્વિટ કરી કોંગ્રેસને તા. 3 નવેમ્બર સુધીનો સમય આપતા ચિમકી આપી કે પાટીદારોને બંધારણની કઈ જોગવાઈ પ્રમાણે અનામત આપી શકો તે સ્પષ્ટ કરો નહીંતર સુરતમાં અમિત શાહ સાથે જે થયુ હતું તેવા માટે તૈયાર રહો.

hardik patel

હાર્દિક પટેલના આ ટ્વિટ પછી કોંગ્રેસમાં સન્નાટો છવાઈ ગયો છે. હાર્દિક કોંગ્રેસમાં આવી રહ્યો છે તેવુ કોંગ્રેસીઓ માની રહ્યા હતા, પણ હોટલ તાજમાં હાર્દિક અને રાહુલ વચ્ચે થયેલી બેઠકમાં હાર્દિકે ત્રણ માગણીઓ મુકી હતી જેમાં એક માગણી હતી કે કોંગ્રેસ પાટીદારોને અનામત આપવાની હા પાડે છે અને ભાજપે પણ હા પાડી અનામત આપી હતી પણ તે કોર્ટમાં ટકી શકે તેમ નથી. તો કોંગ્રેસ એવી કઈ જોગવાઈના આધારે અનામત આપશે જેનો ખરેખર પાટીદારોને લાભ થશે.

hardik_patel_tweet

હાર્દિક પટેલે આ અંગે રાહુલ ગાંધીને સમય આપી પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યુ હતું, પણ હવે આ મુદ્દે હાર્દિકે આકરૂ સ્ટેન્ડ લઈ તા 3 નવેમ્બર સુધીની મહેતલ આપી દીધી છે અને જો ત્યાં સુધી નિર્ણય થાય નહીં તો અમિત શાહ સાથે સુરતમાં જે થયુ હતું તેવા માટે તૈયાર રહેવા જણાવ્યુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે સુરતમાં અમિત શાહની સભામાં પાટીદારોએ ધમાલ કરી હતી અને શાહને પાંજરા પાછળથી ભાષણ કરવુ પડ્યુ હતું.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર