જાપાન અને ભારત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય કરારો થયા, 15 કંપનીઓનું ગુજરતમાં રોકાણ

Sep 14, 2017 02:40 PM IST | Updated on: Sep 14, 2017 02:54 PM IST

અમદાવાદ# વડાપ્રધા નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ શિંઝો આબેની ઉપસ્થતિમાં અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પાસે એથલેટીક્સ ગ્રાઉન્ડ ખાતે બૂલેટ ટ્રેન એટલે કે હાઈ સ્પીડ ટ્રેનનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન કર્યા બાદ દાંડી કુટિર પહોંચ્યા હતાં. ત્યાં બંને નેતાઓએ મહાત્મા ગાંધીની જીવન અંગેની પ્રદર્શની નિહાળી હતી. અહીંની નાનામાં નાની વસ્તુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિન્ઝો આબેને જાતે જ સમજાવી હતી. અહીં તેમનું સ્વાગત સુત્તરની આટી પહેરાવી કરવામાં આવ્યું હતું.

ભારત અને જાપાનના ડેલિગેશન વચ્ચે પીએમ મોદી અને આબેની હાજરીમાં બેઠક યોજાઇ. બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને દેશોના પીએમએ કરાર પર હસ્તાક્ષર કર્યા. બુલેટ ટ્રેન વચ્ચે મહત્વનો કરાર થયો. ભારત અને જાપાન વચ્ચે પરિવહન, રક્ષા, ઉર્જા ક્ષેત્રમાં કરાર થયા. જાપાનની 15 કંપનીઓ ગુજરતમાં 5 લાખ કરોડ જેટલા કર્યા. સાથો સાથ જાપાન અને ભારત સરકાર વચ્ચે પણ મહત્વપૂર્ણ કરારો થયા છે.

જાપાન અને ભારત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય કરારો થયા, 15 કંપનીઓનું ગુજરતમાં રોકાણ

બંને વચ્ચેની પત્રકાર પરિષદને સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવી રેલવેને હું ભારતની નવા લાઇફ લાઇન માનુ છુ. ભારત અને જાપાન વૈશ્વિક મુદ્દાઓ પરસાથે છે. જાપાને ભારત પ્રત્યે મજબૂત વિશાવ્સ વ્યક્ત કર્યો છે. જાપાનના નાગરિકો માટે વિઝા ઓન અરાઇવલ મળશે. આવનાર સમયમાં ભારતમાં જાપાનીઓની સંખ્યા વધશે. જાપાની લોકો સીધુ જાપાનથી ભોજન પણ મંગાવી શકશે. ભારતમાં જાપાની રેસ્ટોરન્ટની ચેઇન ખુલશે. જાપાન ભારતમાં ત્રીજા નંબરનો રોકાણકર્તા દેશ છે. જાપાન-ભારતના કારોબારમાં 80 ટકાનો વધારો થયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું વકતવ્ય જાપાની ભાષામાં પૂર્ણ કર્યું હતુ.

સુચવેલા સમાચાર