ગોધરાની બેન્કમાંથી ચોરી કરતો સગીર સીસીટીવીમાં કેદ

Jun 22, 2017 10:56 AM IST | Updated on: Jun 22, 2017 10:56 AM IST

ગોધરાની જૈન સોસાયટીમાં આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાંથી રૂપિયા ૯૨ હજારની રોકડ ની ચોરી કરી જતો એક સગીર ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી હતી.સમગ્ર બાબતની જાણ બેંક મેનેજરને થતા મેનેજર દ્વારા બાળકને પકડી ગોધરા એ ડીવીઝન પોલીસને સોપી બેન્કમાંથી રોકડ નાણાના ચોરીના પ્રયાસ અંગેની ફરિયાદ નોધાવવામાં આવી છે .

પંચમહાલ જીલ્લાના વડા મથક ગોધરા ખાતે જૈન સોસાયટીમાં આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના કેશકેબીનમાંથી રૂપિયા ૨૦૦૦ ના દરની ૪૬ ચલણી નોટોની ચોરી કરી જતો એક સગીર બેંકમાં આવેલા એક ગ્રાહક દ્વારા ઝડપાઈ ગયો હતો .આ સમગ્ર ઘટના બેંકમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમરામાં કેદ થવા પામી છે , સીસીટીવી ફૂટેઝ પ્રમાણે બેંકમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જતા બેન્કનું કામકાજ બંધ કરવામાં આવ્યું હતું તે વખતે બેન્કના કેશ કેબીનનો કેશિયર બેન્કના અન્ય કામ માટે કેબીન માંથી બહાર ગયા હતા તે વખતે બેંકમાં એક સગીર બાળક આવી પહેલા તો આમ તેમ ફરે છે અને પછી ત્યાં રહેલા અન્ય ગ્રાહકો અને બેંક કર્મચારીઓની નજર ચૂકવી બેન્કના કેશ કેબીનમાં પ્રવેશ કરી કેબીનમાં રાખવામાં આવેલા રૂપિયા ૨૦૦૦ ના દરની ૪૬ ચલણી નોટો લઈને કેબીનની બહાર આવે છે તે જ વખતે બેંકમાં આવેલા એક ગ્રાહકની નજર તે સગીર બાળકને કેશ કેબીન માંથી નિકળતા જોઈ તેને ઉભો રાખી તેના ખિસ્સા ચેક કરતા તેની પાસેથી રોકડ રકમ મળી આવી હતી.

ગોધરાની બેન્કમાંથી ચોરી કરતો સગીર સીસીટીવીમાં કેદ

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર