સોથી મોંઘી ક્રાઇમ કોમેડી અર્બન ગુજરાતી ફિલ્મ 'તંબુરો' 18 ઓગસ્ટે રિલીઝ થશે, જોવો ટ્રેલર

Aug 17, 2017 01:52 PM IST | Updated on: Aug 17, 2017 02:38 PM IST

અમદાવાદ : છેલ્લા એક બે વર્ષમાં અનેક યુવા કલાકારો અને નિદર્શકો સહિત પ્રોડયુસરો નવાજ કોન્સેપ્ટ સાથે ગુજરાતી ફિલ્મોનું નિર્માણ કરી રહ્યા છે. ફિલ્મના પ્રમોશન માટે અવનવા કીમિયા ફિલ્મ જગતમાં જોવા મળે છે. ત્યારે ફિલ્મ છેલ્લો દિવસ, ગુજ્જુભાઈ ધી ગ્રેટ, કરશનદાસ પે એન્ડ યુઝ જેવી અનેક ફિલ્મો ની સફળતાથી પ્રેરાયી વઘુ એક હાસ્યરસ ગુજરાતી ફિલ્મ "તંબુરો" ગુજરાતી ક્રાઇમ કોમેડી થીમ પર બનેલ ફિલ્મ રીલીઝ થશે.

બોલિવુડના કલાકારો હવે ઢોલિવુડ તરફ આકર્ષાઇ રહ્યા છે બોલિવુડ ફિલ્મો, ટીવી સિરિયલ અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરનાર અભિનેતા મનોજ જોષી રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ "તંબુરો" માં ભૂમિકા ભજવી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ  "તંબુરો" 18 ઓગસ્ટે રિલીઝ થશે.

સુચવેલા સમાચાર