વૃષણ આરપાર 6 ફુટનું લાકડું નીકળ્યું,ઓપરેશન કરી બાળકને બચાવાયો

Jun 01, 2017 09:14 AM IST | Updated on: Jun 01, 2017 09:14 AM IST

મહેસાણા,અમદાવાદઃમહેસાણાના સાલડી ગામના 11 વર્ષનો બાળક ગુદ લેવા માટે ઝાડ પર  ચડ્યો હતો. અકસ્માતે ઝાડ પ રથી પગ લપસતા નીચે રહેલુ લાકડું તેના વૃષણ આરપાર ઘુસી ગયું હતું. જેથી તેને અસહ્ય પીડા થતા સારવાર માટે મહેસાણા સિવિલ બાદ લાયન્સમાં ખસેડાતા ઓપરેશન કરી લાકડું બહાર કઢાયું હતું. જો કે આ કિશોરને હિમતને દાદ આપવા જેવી છે. 6 ફુટનું અણિયારુ લાકડાની પીડા સહીને પણ તે પોતાના ઘરે પહોચ્યો હતો. તેનું ઘર 150 મીટર જેટલું અકસ્માત સ્થળથી દુર હતું.

વૃષણ આરપાર 6 ફુટનું લાકડું નીકળ્યું,ઓપરેશન કરી બાળકને બચાવાયો

કિશોરે સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે, વેકેશન હોવાથી તે ગઇકાલે મિત્રો સાથે રમતો હતો. ત્યારે બાવળના ઝાડ પર તે ગુંદ ખાવાની ઇચ્છા થતા ચડ્યો હતો. અહી ગુદ માટે ગોતેલુ લાકડુ ઝાડના ટેકે મેલી તેનાથી ઉપર ચડતો હતો. ગુંદ ખાધો પણ થડ પરથી હાથ લપસતા ટેકા માટે મુકેલા લાકડા પર પડ્યો ત્યારે તેની તિક્ષ્ણ અણી વૃષણ આરપાર નીકળી હતી.

મા રડી પડી હું હિંમત ન હાર્યો

કિશોરે વધુમાં કહ્યુ હતું કે, 6 ફુટનું લાકડુ ઘુસી જતા તેને પીડા તો થતી હતી પરંતુ તેમ છતાં તે 150 ફુટના અંતરે આવેલા ઘર સુધી પહોચ્યો હતો. મા અને પરિવાર આ દ્રશ્ય જોઇ રડી પડ્યો હતો પરંતુ મે હિંમત હારી ન હતી. અને માને પણ હિંમત આપતા કહ્યુ કે મને કંઇ નહી થાય. પછી હોસ્પિટલ લાવ્યા હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર