ગુજરાતના ત્રણ અધિકારીઓને મળ્યા રાષ્ટ્રપતિ મેડલ

Jan 24, 2017 08:16 PM IST | Updated on: Jan 24, 2017 08:16 PM IST

ગાંધીનગરઃરાષ્ટ્રપતિ મેડલની જાહેરાત થઇ છે જેમાં ગુજરાતના ત્રણ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ મળ્યા છે. જેમાં સુરત અને જુનાગઢના એક એક અધિકારી છે. જ્યારે રક્ષાશક્તિ યુનિ.ના વિકાસ સહાયને પણ પોલીસ મેડલ મળ્યો છે.

દર વર્ષે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને  દેશના પોલીસ અધિકારીઓને સારી કામગીરી બદલ રાષ્ટ્રપતિ દ્વારા જુદા જુદા મેડલ એનાયત કરવામા આવે છે. જેમા પોતાના કેરિયર દરમિયાન સારી કામગીરી કરેલ હોય તેવા અધિકારીઓની પણ પસંદગી કરી તેમને મેડલ આપવામા આવે છે. ત્યારે ગુજરાતના સુરત શહેરમા જોઇન્ટ સીપી તરીકે ફરજ બજાવતા સીધ્ધરાજસીહ ભાટીની પણ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી થતા પોલીસ બેડામા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાતના ત્રણ અધિકારીઓને મળ્યા રાષ્ટ્રપતિ મેડલ

સીધ્ધરાજસિહ ભાટીને અગાઉ પણ પોલીસ વિભાગ દ્વારા એવોર્ડ મળી ચુક્યો છે ત્યારે આ વર્ષે રાષ્ટ્રપતિ હસ્તે એવોર્ડ એનાયત થતા તેમના પરિવારજનોમા પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાતના ત્રણ અધિકારીઓને મળ્યા રાષ્ટ્રપતિ મેડલ

રક્ષાશક્તિ યુનિ.ના ડે.ડાયરેક્ટર જનરલ વિકાસ સહાયને મળ્યો પોલીસ મેડલ

સુરત જોઇન્ટ CP એસ.જી.ભાટીને મળ્યો પોલીસ મેડલ

જૂનાગઢના DSP અજય ગખરને મળ્યો રાષ્ટ્રપતિ મેડલ

 

સુચવેલા સમાચાર