જોહરીને પોલીસતંત્રની કમાન,રાજ્યના ઇન્ચાર્જ DGP બન્યા ગીથા જોહરી

Apr 04, 2017 01:50 PM IST | Updated on: Apr 04, 2017 01:50 PM IST

જોહરીને પોલીસતંત્રની કમાન મળી છે. રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી ગીથા જોહરી બન્યા છે.પી.પી.પાંડેયના રાજીનામા બાદ નીમણુંક કરાઇ છે. આજે કેબીનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે.ગીથા જોહરી મુળ તમિલનાડુના વતની, કેમેસ્ટ્રીમાં એમએસસી કર્યુ છે.1982ની બેંચના આઇપીએસ અધિકારી છે.ગુજરાત ડીજીપીનો વધારાનો ચાર્જ સોપાયો છે.

ગુજરાત કેડરના પ્રથમ મહિલા આઇપીએસ અધિકારી છે પ્રથમ મહિલા ડીજીપી બન્યા છે.ગીથા જોહરીના પતી અનિલ જોહરી ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવે છે. હાલ જોહરી પોલીસ હાઉસીગ કોર્પોરેશનના એમડી છે. જોહરીએ જણાવ્યું હતું કે,કાયદો-વ્યવસ્થાની સ્થિતી જાળવીશું.મહિલાઓના પ્રશ્નોનો તાત્કાલીક નિકાલ કરાશે.

જોહરીને પોલીસતંત્રની કમાન,રાજ્યના ઇન્ચાર્જ DGP બન્યા ગીથા જોહરી

રાજ્યના ઈન્ચાર્જ DGP ગીથા જોહરીનું નિવેદન

'કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે જાળવીશું'

'મહિલાઓના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે'

'મહિલાઓના પ્રશ્નોનો નિકાલ કરવાની પ્રાથમિકતા'

'તમામ જવાબદારીઓ અમે સારી રીતે નિભાવીશું'

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર