અમદાવાદઃવટવામાં મિલકત વિવાદમાં વૃધ્ધા પર પુત્ર-પુત્રીનો અત્યાચાર

May 16, 2017 09:05 AM IST | Updated on: May 16, 2017 09:06 AM IST

અમદાવાદ શહેરના વટવા જીઆઇડીસી વિસ્તારમાં વૃદ્ધા પર પરિવાર દ્વારા જ અત્યાચારનો કિસ્સો મધર ડેના દિવસે સામે આવ્યો છે. પુત્રએ વૃદ્ધ માતાને મારમારતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. માતાએ સંતાન સામે ફરિયાદ નોધાવી છે.

એક તરફ લોકો માતાને ભેટ આપીને અને આશીર્વાદ લઈને મધર ડેની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે બીજી તરફ વટવા જીઆઈડીસી મા આવેલ વાસુદેવ બંગલોમા રહેતા મંજુલાબેન મિસ્ત્રીએ તેમના દિકરા પર આક્ષેપ કર્યો છે કે તેમનો દિકરો તેમની સાથે મારઝુડ કરે છે. જેમા વૃધ્ધાને ઈજા પણ થઈ છે. વૃધ્ધાનો આક્ષેપ છે કે તેમનો દિકરો તેમનો બંગલો પડાવી લેવા માગે છે.

અમદાવાદઃવટવામાં મિલકત વિવાદમાં વૃધ્ધા પર પુત્ર-પુત્રીનો અત્યાચાર

જે અંગે કોર્ટમા કેસ પણ ચાલી રહ્યો છે જોકે તેમ છતા પણ દિકરા દ્રારા તેની માતા પર ત્રણ મહિનાથી દબાણ કરવામા આવી રહ્યુ છે તેમજ માર પણ મારવામા આવી રહ્યો છે. જેમા આંજે વૃધ્ધાના દિકરાએ તેમના ધરે આવી મારપીટ કરતા પાડોશીને જાણ થતા વૃધ્ધાને છોડાવતા સમગ્ર મામલો સામે આવ્યો છે. જે બાદ વૃધ્ધાએ ના છુટકે કંટાળીને તેના દિકરા સામે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે મારપીટ કર્યા ની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

એક વુધ્ઘ માતા પોલીસ સ્ટેશન પહોચ્તા પોલીસ ફરિયાદ નોધી દિકરાની ધરપકડ કરી છે.જો કે વૃધ્ધાને કહેવુ છે કે 7 માર્ચે પણ પુત્રે મારઝુડ કરી હતી.જે બાદ તેને છેલ્લે 29 તારીખે આવીને મારઝુડ કરી હતી.જેના બાદ આજે તેના વિરુદ્ધમાં ફરિયાદ નોધાવીને ન્યાયની માંગણી કરી છે.ત્યારે વૃધ્ધાના 5 બાળકો હોવાથી જેમાં મિલકતને લઇને કોર્ટ કેસ ચાલી રહ્યો છે જેથી માથકુટ ચાલતી હોવાથી વૃધ્ધાની મોટી દિકરી આક્ષેપ કર્યા છે કે નાની બહેન ફસાવવા માટે આ ફરિયાદ કરવામાં આવી છે.

પરતુ વૃધ્ધે આ વાત નકારી હતી અને છેલ્લા 3 મહિનાથી પુત્ર-પુત્રી અને તેના જમાઇ મળીને ત્રાસ આપતા હોવાનુ કહેવુ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર