અમદાવાદઃપ્રહલાદનગરમાં દુકાનદાર પર હુમલો,મહિલાને પણ લાકડીથી ફટકારી

Jun 08, 2017 11:20 AM IST | Updated on: Jun 08, 2017 11:20 AM IST

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં લુખ્ખાતત્વોનો આતંક જોવા મળ્યો છે.પ્રહલાદ નગર રોડ પર આવેલ આલ્પા  બજાર ના ટીસ્ટોલમાં બે દુકાનદારો તકરાર થઇ હતી.જેમાં એક દુકાનદાર ઉશ્કેરાઇ જતાં આશા ટીસ્ટોલના માલિક પર હુમલો કર્યો હતો.આ લુખ્ખાતત્વો એ આશા ટી સ્ટોલમાં રહેલ એક મહીલાને પણ લાકડીઓ વડે માર માર્યો હતો.

અમદાવાદઃપ્રહલાદનગરમાં દુકાનદાર પર હુમલો,મહિલાને પણ લાકડીથી ફટકારી

જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલી જોવા મળી છે.જેમાં સ્ષપ્ટપણે જોવા મળી રહ્યું છે કે 3 લુખ્ખાતત્વો દુકાનદારને તો ગાળો ભાંડીને માર મારી રહ્યાં છેપરંતુ મહીલાને પણ બેફામ ગાળો આપીને માર મારી રહ્યાં છે.આ સમગ્ર ઘટનાની જાણ આનંદનગર પોલીસને કરતાં જ પોલીસે બે શખ્સોની અટકાયત કરી ને વધુ તપાસ શરૂ કરી છે.

સુચવેલા સમાચાર