રિઝર્વ બેંકે વ્યાજ દરમાં ઘટાડો કર્યો, રેપો રેટ માં ૦.૨૫ %નો ઘટાડો

Aug 02, 2017 03:05 PM IST | Updated on: Aug 02, 2017 03:05 PM IST

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે તેની નાણાકીય સમીક્ષા બેઠકના અંતે આજે  રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. ઘટાડા બાદ રેપો રેટ 6 ટકા થઈ ગયો છે. આ સાથે બેન્ક લોનો સસ્તી થવાનો માર્ગ મોકળો બન્યો છે. આરબીઆઇના રેટ કટના પગલે બેન્કો જો ધિરાણ દરમાં ઘટાડો કરશે તો હોમલોન, પર્સનલ લોન, વાહન લોન અને બિઝનેસ લોન પરના EMI માં ઘટાડો થશે. જ્યારે રિવર્સ રેપો રેટ ઘટીને 5.75 ટકા રહ્યો છે. તેનાથી જ તમારી લોનના હપ્તા પર સીધી જ અસર પડવાની છે. જોકે, આ બેંકના નિર્ભર કરે છે કે તે ક્યારે અને ક્યાં સુધીમાં તમને તેનો લાભ આપશે.

રિઝર્વ બેંકે વ્યાજ દરમાં ઘટાડો કર્યો,  રેપો રેટ માં ૦.૨૫ %નો ઘટાડો

સુચવેલા સમાચાર