નાની બચત પર આજથી વ્યાજ દર ઘટ્યા,PPF પર 7.9% વ્યાજ મળશે

Apr 01, 2017 04:47 PM IST | Updated on: Apr 01, 2017 04:47 PM IST

અમદાવાદઃકેન્દ્ર સરકાર દ્વારા નાની બચત યોજના પરના  વ્યાજ દરોમાં આજથી 0.10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નાણાંકીય વર્ષ 2017-18ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એપ્રિલથી જૂન 2017ના સમયગાળા માટે ના વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

જેમાં નાની યોજનાઓ જેવી કે  પીપીએફ, કિસાન વિકાસ પત્ર, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ, અને સુકન્યા સમૃદ્ધિ જેવી સ્મોલ સેવિંગ સ્કીમ્સ પર વ્યાજ દરોમાં જાન્યુઆરી-માર્ચ 2016ની તુલનામાં એપ્રિલ-જૂન 2017 માટે 0.1 ટકા સાથે જ બચત ખાતાઓ વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે.

નાની બચત પર આજથી વ્યાજ દર ઘટ્યા,PPF પર 7.9% વ્યાજ મળશે

આ તમામ યોજનાઓના દરમાં ઘટાડો કરતા સામાન્ય માણસ ચિંતામાં મુકાયો છે એક તરફ વ્યાજના દર ઘટયા છે અને ત્યારે બીજી તરફ મોંઘવારીમમાં થતો સતત વધતો એ લોકોને ચિંતામાં મૂકી દીધા છે.PPF પર 7.9% વ્યાજ મળશે.

સુચવેલા સમાચાર