ગુજરાત ભાજપના નવા પ્રભારીને લઇને ચર્ચાઓએ પકડ્યુ જોર,ઓમ માથુરનું નામ સૌથી મોખરે

Mar 20, 2017 11:27 AM IST | Updated on: Mar 20, 2017 11:27 AM IST

અમદાવાદઃ યુપીમા ડેપ્યુટી સીએમ તરીકે દિનેશ શર્માની નિમણૂક કરાઇ છે. જેની સાથે જ ગુજરાતના પ્રદેશ સંગઠનના માળખામા ફેરફારની શક્યતાઓ મજબૂત થઇ ગઇ છે. ગુજરાત પ્રભારી તરીકે દિનેશ શર્માની જગ્યાએ કયો નવો ચહેરો આવશે તે અંગે ચર્ચાઓએ જોર પકડ્યુ છે.ગુજરાત માટે 2017 એ ચુંટણીનુ વર્ષ છે ત્યારે  ગુજરાતના પ્રભારી તરીકે  ઓમ માથુરના નામ પર મહોર લાગે તેવી શક્યતાઓ પ્રબળ બની છે.

લખનૌના મેયરઅને ગુજરાત ભાજપના પ્રભારી દિનેશ શર્માની હવે યુપીના ડેપ્યુટીસીએ તરીકે વરણી થઇ છે ત્યારે ગુજરાત ભાજપના નવા પ્રભારી કોણ હશે તે અંગે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. જો કે હાલમા આ રેસમા સૌથી ઓમ માથુરનુ નામ સૌથી મોખરે છે.

ગુજરાત ભાજપના નવા પ્રભારીને લઇને ચર્ચાઓએ પકડ્યુ જોર,ઓમ માથુરનું નામ સૌથી મોખરે

ઓમ માથુરએ ભાજપના દિગ્ગજ નેતાઓમા એક નેતા મનાય છે. વર્ષ 2017 ચુંટણી દરમ્યાન યુપીના ચૂંટણી પ્રભારી તરીકે તેમની નિમણૂક કરાઇ હતી. ભૂતકાળમા પણ તેઓ ગુજરાતના પ્રભારી રહી ચુક્યા છે..અમિત શાહ તથા નરેન્દ્ર મોદીના નજીક માનવામા આવે છે. આનંદી બેન જ્યાંરે ગુજરાતન મુખ્ય પ્રધાન હતા ત્યારેે અમિત શાહના કહેવાથી ઓમ માથુરે ગુજરાતની મુલાકાત કરી હોવાનો તેમજ ગુજરાતની પરિસ્થિત અગે રીપોર્ટ સોપ્યો હોવાનુ અનેક સમય સુધી ચર્ચામા રહ્યુ હતુ.

રાજ્સ્થાના સાંસદ છે ઓમ માથુર

અમિત શાહ તથા નરેન્દ્ર મોદીની નજીક

2002 થી 2008 દરમ્યા ગુજરાત પ્રભારીની જવાબદારી નિભાવી છે

છેલ્લા 6 મહિનામા 3 વાર ગુજરાતની મુલાકાત લીધી હતી

છેલલા કેટલાય સમયથી ઓમ માથુરનુ નામ ચર્ચા મા

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર