અમદાવાદઃબર્ડ ફ્લૂ મામલે હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો

Feb 07, 2017 06:37 PM IST | Updated on: Feb 07, 2017 06:37 PM IST

અમદાવાદઃઅમદાવાદમાં દેખા દેનાર બર્ડફ્લુના મુદ્દાને લઈ થયેલી વિવિધ જાહેરહિતની અરજીઓમાં વધુ એકવાર હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.હાઈકોર્ટે નવ ફેબ્રુઆરી સુધી ચુકાદો અનામત રાખ્યો છે.હાઈકોર્ટમાં અરજદારે રજૂઆત કરી છે કે વસ્ત્રાલમાં મુંબઈથી લાવેલા પક્ષીઓમાં બર્ડ ફ્લુ છે તેનો રિપોર્ટ બીજી જાન્યુઆરીએ આવી ગયો હતો.

અમદાવાદઃબર્ડ ફ્લૂ મામલે હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો

આ પછી કેન્દ્ર સરકારે રાજ્યના ચીફ સેક્રેટરીને આ અંગે પત્ર લખીને ચોથી જાન્યુઆરીએ જાણ કરી હતી અને યોગ્ય પગલા લેવા પણ કહ્યુ હતુ.જો કે રાજ્યના વહીવટી તંત્રએ આ મુદ્દાને વાઈબ્રન્ટના લીધે છુપાવી રાખ્યો

હતો.અરજદારનીએ પણ રજૂઆત હતી કે રાજ્ય સરકારનુ સોગંદનામુ સત્યથી વેગળુ છે અને બર્ડ ફ્લુ વિશે જાણ હોવા છતાં જાહેરનામુ મોડુ બહાર પાડ્યુ અને લોકોના જીવના જોખમ મૂક્યા છે.રાજ્યના પશુપાલન વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થાય છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર