પ્રેમીની નિશાની રાખવાની ઇચ્છા પુર્ણ,યુવકે પણ પ્રેમિકાને રાખવા તૈયાર

Feb 15, 2017 07:47 PM IST | Updated on: Feb 15, 2017 07:47 PM IST

અમદાવાદઃયુવતી દ્વારા થયેલી 27 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી માટેની અરજીને હાઈકોર્ટે આજે નકારી દીધી છે.હાઈકોર્ટનુ અવલોકન છે કે યુવતીને 27 સપ્તાહનો ગર્ભ છે અને યુવતી પુખ્તવયની છે અને ખુદ પણ ગર્ભપાત કરાવવા માટે તૈયાર નથી. આ સંજોગોમાં ગર્ભપાતની મંજૂરી આપી શકાય નહીં.

પ્રેમીની નિશાની રાખવાની ઇચ્છા પુર્ણ,યુવકે પણ પ્રેમિકાને રાખવા તૈયાર

હાઈકોર્ટે મહિસાગરના કલેક્ટર, સમાજ કલ્યાણ અધિકારી, બાલાસિનોર સરકારી હોસ્પિટલના આરોગ્ય અધિકારીને આદેશ કર્યો છે કે યુવતીની પ્રસુતિ સુધી તેને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવે. યુવતી જ્યાં રહે ત્યાં સમાજ કલ્યાણ અધિકારી સમયાંતરે મુલાકાત લે. ગર્ભવતી યુવતીની પ્રસુતિ બાલોસિનોરના સરકારી હોસ્પિટલમાં કરાવવામાં આવે.

નવજાત બાળકના જન્મ બાદ એક વર્ષ સુધી વહીવટી તંત્ર દ્વારા તેની દેખભાળ રાખવામાં આવે.ચુકાદો આપતાં પહેલા, જસ્ટિસે તેમની ચેમ્બરમાં યુવક અને યુવતી સાથે મહિલા સરકારી વકીલની હાજરી ચર્ચા કરી હતી.યુવતીએ તેના માતા-પિતાના બદલે તે યુવકના ઘરે જવા માટે માગ કરી હતી.બીજી તરફ યુવકે પણ તેની પ્રેમિકાને રાખવા માટે તૈયારી દર્શાવી હતી.

હાઈકોર્ટે પોલીસ અધિકારીને આદેશ કર્યો છે કે ગર્ભવતી યુવતીને તેના પ્રેમીના ઘરે સલામત રીતે પહોંચાડવામાં આવે અને યુવકના માતા-પિતાને પણ સમજાવવામાં આવે કે યુવતીની યોગ્ય દેખભાળ રાખે.પોલીસ અધિકારી સમયાંતરે આ યુવતીના ખબર અંતર પણ પુછતી રહે.

બાઈટ- હાર્દિક બ્રહ્મભટ્ટ, અરજદારના વકીલ

27 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી માટેની અરજી હાઈકોર્ટે નકારી

હાઈકોર્ટનુ અવલોકન

યુવતીને 27 સપ્તાહનો ગર્ભ હોવાથી ગર્ભપાતની મંજૂરી ન આપી શકાય

યુવતી પણ પોતે ગર્ભપાત કરાવવા માટે તૈયાર નથી

હાઈકોર્ટનો મહિસાગર કલેક્ટર અને સામાજિક કલ્યાણ અધિકારીને આદેશ

ગર્ભવતી યુવતીને ડિલીવરી સુધી તમામ સુવિધા આપો

નવજાત શિશુના જન્મ બાદ એક વર્ષ સુધી દેખરેખ રાખો

જસ્ટિસે તેમની ચેમ્બરમાં  યુવક અને યુવતી સાથે કરી ચર્ચા

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર