અમદાવાદઃIPSની દિકરી પર હુમલો કરનાર રિમાન્ડ પર

Feb 04, 2017 07:01 PM IST | Updated on: Feb 04, 2017 07:01 PM IST

અમદાવાદઃ આઈપીએસ સતીષ વર્માના ઘરમાં ચોરી કરવા અને તેની સગીર દિકરી પર હુમલો કરવાના કેસમાં પોક્સો કોર્ટે આરોપી સોનુના છ ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.સુનાવણી દરમિયાન પોક્સો કોર્ટમાં પોલીસની રજૂઆત હતી કે આરોપીએ જે માસ્ક પહેર્યુ હતુ તે અને આરોપીના નમુના મળતા આવે છે કે નહીં તે માટે એફએસએલમાં તપાસ કરવાની બાકી છે, આરોપી સોનુની મદદ માટે અન્ય કોઈ હતુ કે નહીં તેની તપાસ કરવાની બાકી છે.

પિડીતાને જે હથિયાર વડે ઈજા પહોંચાડાઈ છે તે હથિયાર કબજે કરવાનુ બાકી છે.આ ઉપરાંત કેસમાં જે સાંયોગિક પુરાવા છે, તેને એકત્રિત કરવાના બાકી છે.તેથી આરોપીના સાત દિવસના રિમાન્‍ડ આપવામાં આવે.મહત્વનુ છે કે ગત વર્ષે 16 નવેમ્બરે આરોપી આઈપીએસ સતીષ વર્માના નિવાસસ્થાને ચોરી કરવા ગયો હતો અને ત્યાં સતીષ વર્માની દિકરી પર હુમલો કર્યો હતો.પોલીસ દ્વારા આરોપીની ત્રીજી ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવેલી છે.

અમદાવાદઃIPSની દિકરી પર હુમલો કરનાર રિમાન્ડ પર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર