અનામત કેટેગરીના ઉમેદવારે છૂટછાટનો લાભ લીધો હોય તો તેની કેટેગરીમાં જ માન્યઃહાઇકોર્ટ

Mar 15, 2017 06:44 PM IST | Updated on: Mar 15, 2017 06:54 PM IST

અમદાવાદઃરેન્જ ફોરેસ્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ કન્ઝર્વેટિવ ઓફ ફોરેસ્ટની નિમણૂંકમાં અનામત મુદ્દે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે.હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે, અનામત કેટેગરીના ઉમેદવારે ઉંમરની છૂટછાટ અથવા તો અન્ય છૂટછાટનો લાભ લીધો હોય તો તેમની અનામત કેટેગરીમાં જ માન્ય ગણાય. આ ઉમેદવારોની વિચારણા જનરલ કેટેગરીમાં કરી શકાય નહીં.

rfo vakil

અનામત કેટેગરીના ઉમેદવારે છૂટછાટનો લાભ લીધો હોય તો તેની કેટેગરીમાં જ માન્યઃહાઇકોર્ટ

સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં જીપીએસસીના વકીલની રજૂઆત હતી કે, અનામત કેટેગરીના ઉમેદવારોએ છૂટછાટનો લાભ લીધો હોય અને વધારે માર્ક્સ હોય તો તેમને જનરલ કેટેગરીમાં મૂકી શકાય નહીં.ઉત્તરપ્રદેશમાં કાયદો છે કે, આ પ્રકારના ઉમેદવારોને જનરલ કેટેગરીમાં સમાવિષ્ટ કરી શકાય.જો કે ગુજરાતમાં આ પ્રકારનો કાયદો અથવા તો નીતિ નથી.

બીજી તરફ ઉમેદવારની રજૂઆત હતી કે તેણે પરીક્ષામાં જનરલ કેટેગરીના ઉમેદવાર કરતા વધુ માર્ક્સ મેળવ્યા હોવા છતાં મેરિટ યાદીમાં તેને અનામત કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે.ભૂતકાળમાં હાઈકોર્ટના સિંગલ જજે ઉમેદવારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.જેની સામે જીપીએસસીએ હાઈકોર્ટની ખંડપીઠ સમક્ષ અરજી કરી હતી.

આરએફઓ અને એસીએફની નિમણૂંકમાં અનામતનો મામલો

સરકારી નોકરીમાં અનામત મુદ્દે હાઈકોર્ટે આપ્યો ચુકાદો

અનામત કેટેગરીના ઉમેદવારે છૂટછાટનો લાભ લીધો હોય તો તેની કેટેગરીમાં જ માન્ય

જનરલના ઉમેદવાર કરતાં વધુ માર્ક્સ હોય તો પણ અનામત કેટેગરીમાં જ માન્ય

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર