રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા, લઘુતમ તાપમાન 4.8 ડિગ્રી

Feb 07, 2017 09:00 PM IST | Updated on: Feb 07, 2017 09:00 PM IST

અમદાવાદઃઉતરપૂર્વના પવનો ફુકાતાની સાથે રાજ્યનું લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો છે.જેના કારણે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી આપી છે.સાથે સાથે રાજ્યભરમાં ઠંડા અને સુકા પવનો ફુકાતા જનજીવન પ્રભાવિત થયુ છે.રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યુ છે.

નલિયાનું લઘુતમ તાપમાન 4.8 ડિગ્રી નોંધાયુ છે.અમદાવાદનુ લઘુતમ તાપમાન 9.6 ડિગ્રી રહ્યુ છે.તો રાજકોટ સહિતના તમામ શહેરના લઘુતમ તાપમાન નોંધપાત્ર ઘટાડો થયો છે.આજે શિયાળાની સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે.

રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા, લઘુતમ તાપમાન 4.8 ડિગ્રી

રાજ્યમાં ઠંડીનું પ્રમાણ યથાવત

રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા

નલિયાનું લઘુત્તમ 4.8 ડિગ્રી તાપમાન

અમદાવાદનું લઘુત્તમ 9.6 ડિગ્રી તાપમાન

ગાંધીનગરનું લઘુત્તમ 8.5 ડિગ્રી તાપમાન

વડોદરાનું લઘુત્તમ 11.4 ડિગ્રી તાપમાન

સુરતનું લઘુત્તમ 13.8 ડિગ્રી તાપમાન

ભાવનગરનું લઘુત્તમ 12.6 ડિગ્રી તાપમાન

પોરબંદરનું લઘુત્તમ 11.2 ડિગ્રી તાપમાન

રાજકોટનું લઘુત્તમ 10.3 ડિગ્રી તાપમાન

ભુજનું લઘુત્તમ 10 ડિગ્રી તાપમાન

સુચવેલા સમાચાર