પાલનપુરઃછુટ્ટાછેડા માગતા કોર્ટ પરિસરમાં જ પત્નીને કુહાડીના ઘા ઝીક્યા

Mar 16, 2017 04:36 PM IST | Updated on: Mar 16, 2017 04:36 PM IST

પાલનપુરઃબનાસકાંઠાના પાલનપુરમાં આજે ફેમિલી ફાસ્ટ ટ્રેક કોર્ટ પરિસરમાં પતિએ પત્ની પર અચાનક કુહાડીથી હુમલો કરતા સમગ્ર કોર્ટ પરિસરમાં ખળ ભળાટ મચ્યો છે.યુવતીને તાત્કાલિક 108 મારફતે પાલનપુર સિવિલ ખસેડાઇ હતી. જ્યારે તેની તબિયત વધુ લથડતા તેને તાત્કાલિક અમદાવાદ ખસેડાયા છે.

પાલનપુર ફેમિલી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આજે અમીરગઢના અવારા ગામના યુવક જેઠાભાઈ રબારીના નજીકમાં આવેલા  કોટડા ગામની યુવતી લક્ષ્મીબેન રબારી સાથે લગ્ન થયા હતા. જો કે છેલ્લા એક વર્ષથી ચાલતા છુટ્ટાછેડાનો કેસ પાલનપુર ફેમિલી ફાસ્ટ ટ્રેકકોર્ટમાં કરાયો હતો. જેમાં આજે છેલ્લો દિવસ હતો તે દરમિયાન અચાનક પતિએ પત્નીને કોર્ટમાંથી બહાર નીકળતી પત્ની પર કુહાડી થી ઘાતકી હુમલો કરતા સમગ્ર કોર્ટ પરિસરમાં અફરાતફરી સર્જાઈ હતી.કોર્ટ પરિસર માં હુમલો કરનારા પતિને પણ પોલીસે તાત્કાલિક ધોરણે અટકાયત કરી છે. તેમજ વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુરઃછુટ્ટાછેડા માગતા કોર્ટ પરિસરમાં જ પત્નીને કુહાડીના ઘા ઝીક્યા

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર