વિધાનસભામાં અનામત મુદ્દે કોંગ્રેસની ભલામણ સરકારે ફગાવી

Mar 09, 2017 07:32 PM IST | Updated on: Mar 09, 2017 07:49 PM IST

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં આજે બિન અનામત વર્ગને અનામત આપવાના બિનસરકારી વિધેયક પર ચર્ચા થઇ હતી. જેમાં કોંગ્રેસે બિન અનામત વર્ગને દસ ટકા નહીં પરંતુ વીસ ટકા અનામત આપવાની ભલામણ કરી હતી.

mitin patel

 

જ્યારે રાજ્ય સરકારે આ તમામ મુદ્દો હાલ સુપ્રીમમાં પેન્ડીંગ હોઇ

અનામત બંધારણ વિરુધ્ધની હોવાનુ જણાવી અનામતના બિલને રદિયો આપ્યો હતો. જોકે રાજ્ય સરકારના આ વલણને પાટીદાર વિરુધ્ધનુ ગણાવીને કોંગ્રેસે જણાવ્યુ હતુ કે આગામી વિધાનસભા ચૂંટણીમાં જો કોંગ્રેસ સત્તા પર આવશે તો આ મુદ્દાને ફ્લોર પર લાવીને વીસ ટકા અનામત જરુર અપાશે.

વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાનું નિવેદન

બિનઅનામત સમાજને 20 ટકા અનામતની અમે અમારા મેનિફેસ્ટોમાં અગાઉ પણ જાહેરાત કરી હતી.આ બિલ પર આજે વિધાનસભામાં ચર્ચા હતી.બિલને રાજ્ય સરકારે રિજેક્ટ કર્યું છે

પાટીદારોનું અનામત આંદોલન

રાજ્ય સરકારે હંમેશા એમની પર અત્યાચાર કર્યો

ભાજપ ધારત તો તેમને 20 ટકા અનામત આપી શકી હોત

પણ રાજ્ય સરકારે અનામત નહીં આપીને પાટીદારો સાથે નથી તે સ્વીકાયું

2017માં કોંગ્રેસની સરકાર અનામતનો મુદ્દો ફ્લોર પર લાવશે

ગૃહમાં કોંગ્રેસના નેતા શક્તિસિંહનું નિવેદન

અમે સત્તા પર આવીશું તો 20 ટકા અનામત આપીને બતાવીશું

mitin patel

ડે. સીએમ નીતિન પટેલનું નિવેદન

કોંગ્રેસના સમયમાં શહીદ થયેલાના દાખલા છે

નિર્દોષો પર, યુવાનો પર ગોળીબાર કરી ચૂકેલી કોંગ્રેસ

પાટીદારો માટે લાભ આપવાની શિખામણ આપે છે

કોંગ્રેસ જ્યારે સત્તા પર હતી ત્યારે શું કર્યું ?

10 ટકા અનામત અમે આપી છે સુપ્રીમ કોર્ટનો એના પર સ્ટે છે

કોંગ્રેસ માત્ર રાજકારણ બગાડવાનું કામ કરે છે

મોટા ભાગની સરકારી ભરતી અમારા સમયમાં થઇ

આ વર્ષે 67 હજાર કરતાં વધુ કર્મચારીઓની ભરતી કરાશે

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર