ઇસ્તાંબુલમાં નવા વર્ષની ઊજવણી દરમિયાન આતંકી હુમલો,35ના મોત,40ઘાયલ

Jan 01, 2017 11:04 AM IST | Updated on: Jan 01, 2017 11:04 AM IST

ઇસ્તાંબુલઃતુર્કીના સૌથી મોટા શહેર ઇસ્તાબુલમાં એક નાઇટ ક્લબમાં આતંકી હુમલામાં 35 લોકોના મોત થયા છે જ્યારે 40 લોકો ઘાયલ થયા છે. મૃતકમાં એક પોલીસ અધિકારી પણ છે. જ્યારે હુમલો થયો ત્યારે નાઇટ ક્લબમાં નવા વર્ષની ઊજવણી કરાઇ રહી હતી. 600લોકો ક્લબમાં સામેલ હતા.

શહેરના ગવર્નર વાસિપ સાહિને રવિવારે જણાવ્યુ કે હુમલોકરનારે નાઇટ ક્લબમાં ઘુસ્યા પહેલા એક પોલીસ કર્મી અને એક નાગરિકની હત્યા કરી હતી. હુરિયત ન્યુઝના રિપોર્ટ મુજબ આતંકવાદી હુમલો સ્થાનીક સમય અનુસાર શનિવારે રાતે 1.30 કલાક આસપાસ ઓર્તોકોય વિસ્તારમાં રીના નાઇટ ક્લબમાં કરાયો છે.

ઇસ્તાંબુલમાં નવા વર્ષની ઊજવણી દરમિયાન આતંકી હુમલો,35ના મોત,40ઘાયલ

મનાઇ રહ્યુ છે કે બંધુકધારી આતંકી સેટાના ડ્રેસમાં નાઇટ ક્લબમાં ઘુસ્યો હતો અને અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું. જે પછી નાઇટ ક્લબમાં ભાગદોડ મચી ગઇ હતી.આતંકી સાન્ટાક્લોજના ડ્રેસમાં હોવાથી કોઇને શક પડ્યો ન હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર