સાણંદઃખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ,40ખેડૂતની અટકાયત,એસપી ઘાયલ

Feb 14, 2017 03:07 PM IST | Updated on: Feb 14, 2017 03:07 PM IST

સાણંદઃવિસીયા ગામ નજીક ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા ટીયર ગેસના 10થી વધુ રાઉન્ડ છોડાયા છે.પથ્થરમારામાં SP સહીત પોલીસકર્મીઓને ઈજાગ્રસ્ત થયા છે.રેન્જ આઈજી ગોટરૂ દોડી આવ્યા છે.સેકડો ખેડૂતોને અજ્ઞાત સ્થળે લઈ જવાયાનો આક્ષેપ કર્યો છે.સમગ્ર વિસ્તારમાં આંદોલનકારી અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસે દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.

સિંચાઇનું પાણી ન મળતા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.નળકાંઠાના ગામોમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન કર્યું હતું.500 જેટલાં ખેડૂતો રેલીમાં જોડાયા છે.પોલીસે 40 જેટલાં ખેડૂતોની અટકાયત કરી છે.પથ્થરમારામાં એસપી રાજેન્દ્ર અસારીને માથામાં ઈજા પહોચી છે.

સાણંદઃખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ,40ખેડૂતની અટકાયત,એસપી ઘાયલ

પાસ કન્વીનર હાર્દિક પટેલ અને સભ્યો ખેડૂતોની વાત સાંભળવા સાણંદ પહોચશે. ઓબીસી એકતા મંચના અલ્પેશ ઠાકોર પણ સાણંદ પહોચશે.સાણંદમાં ખેડૂતો પર લાઠીચાર્જની ઘટનાને શંકરસિંહે વખોડી હતી.

સુચવેલા સમાચાર