ધાર્મિક લાગણી દુભાવતી ટિપ્પણીની ફરિયાદ રદ કરવા તિસ્તાની હાઈકોર્ટમાં અરજી

Feb 23, 2017 06:57 PM IST | Updated on: Feb 23, 2017 06:57 PM IST

અમદાવાદઃ સોશિયલ મિડીયામાં ધાર્મિક લાગણી દુભાવતી ટિપ્પણી કરવાના કેસમાં તિસ્તા સેતલવાડે ફરિયાદ રદ કરવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી છે.હાઈકોર્ટે આ અંગે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો છે.હાઈકોર્ટે આદેશ કર્યો છે કે અત્યાર સુધી આ કેસમાં તપાસ કેટલી થઈ તે અંગે પહેલી માર્ચ સુધીમાં જવાબ આપો.

આ કેસની વધુ સુનાવણી માર્ચ માસમાં હાથ ધરાશે.સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે એક જ મુદ્દા પર તેમની સામે બે જગ્યાએ એફઆઈઆર કરવામાં આવેલી છે જે ખોટુ છે.

ધાર્મિક લાગણી દુભાવતી ટિપ્પણીની ફરિયાદ રદ કરવા તિસ્તાની હાઈકોર્ટમાં અરજી

મહત્વનુ છે કે સોશિયલ મિડીયા પર તિસ્તા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ તેની સામે ભાવગનરના પોલીસ સ્ટેશન અને  અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયેલી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર