ટીમ ઈંડિયાએ શ્રીલંકા સામે બીજી ટેસ્ટ મેચમાં એક ઈનિંગ અને 53 રનથી જીત મેળવી

Aug 06, 2017 05:33 PM IST | Updated on: Aug 06, 2017 05:33 PM IST

કોલંબો: ભારત વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચમાં ફોલોઓન બાદ શ્રીલંકાએ 386 રન બનાવી ઓલઆઉટ થયું હતું. ભારતે ઈનિંગ અને 53 રનથી જીત મેળવી શ્રેણી જીતી લીધી છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ લીધી હતી. અશ્વિન અને હાર્દિક પંડ્યાને 2-2 અને ઉમેશ યાદવને 1 વિકેટ મળી હતી. આ પહેલા ભારતે યજમાન શ્રીલંકાને પ્રથમ ઇનિંગમાં 183 રનમાં ઓલ આઉટ કરી નાખ્યુ હતું. અને ફોલોઓન આપવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ ઇનિંગમાં 9 વિકેટે 622 રને દાવ ડિકલેર કર્યો હતો. જે બાદ તેને 439 રનની લીડ મળી હતી.

ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની આ બીજી ટેસ્ટ એસએસસી સ્ટેડિયમ કોલંબોમાં રમાઈ હતી. ટીમ ઇન્ડિયાના પ્રથમ ઇનિંગમાં 622 રનના વિશાળ સ્કોરના જવાબમાં શ્રીલંકાની ટીમે પ્રથમ ઇનિંગમાં 183 પર ઓલ આઉટ થઈ ગઇ હતી. શ્રીલંકા ફૉલોઑન પણ નથી બચાવી શક્યું . ત્યાર બાદ ફૉલોઑન રમવા ઉતરેલી શ્રીલંકાની ટીમે તેમની બીજી ઇનિંગમાં એક વિકેટ ગુમાવતા 161 રન બનાવ્યા છે. ઉમેશ યાદવે ઉપુલ તરંગાની વિકેટ લીધી છે.

ટીમ ઈંડિયાએ શ્રીલંકા સામે બીજી ટેસ્ટ મેચમાં એક ઈનિંગ અને 53 રનથી જીત મેળવી

Ravindra-Jadeja-PTI

પ્રથમ ઇનિંગની બેટિંગમાં ચેતેશ્વર પુજારા અને રહાણેએ આક્રમક બેટિંગ કરતા બન્નેએ શતક નોંધાવી હતી. તથા લોકેશ રાહુલ(57), અશ્વિન(54), સહાના (67) અને જાડેજોએ(70) રન બનાવી પોતાની અર્ધ શતક નોંધાવી છે. આ સાથે ભારતીય ટીમે બીજી ટેસ્ટના બીજા દિવસે વિશાળ સ્કોર બનાવી લીધો છે.

સુચવેલા સમાચાર