તામિલનાડુ: મુખ્યમંત્રી પલાનીસામી શનિવારે વિધાનભામાં બહુમત પુરવાર કરશે

Feb 17, 2017 09:41 AM IST | Updated on: Feb 17, 2017 09:41 AM IST

નવી દિલ્હી #તામિલનાડુના નવા મુખ્યમંત્રી અન્નાદ્રુમકના મહાસચિવ શશિકલાના વિશ્વાસુ પલાનીસામી શનિવારે વિધાનસભામાં પોતાનો બહુમત પુરવાર કરશે. મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓના શપથ બાદ વિધાનસભાના સચિવ જમાલુદ્દીને કહ્યું કે, વિશ્વાસ મતનું પરિક્ષણ 18 ફેબ્રુઆરીએ થશે. સાથોસાથ અન્નાદ્રુમકના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી કહેવાયું છે કે, તામિલનાડુ વિધાનસભામાં 18 ફેબ્રુઆરીએ વિશ્વાસ મત રજુ કરાશે.

પલાનીસામીએ ગુરૂવારે સાંજે મુખ્યમંત્રી પદના શપશ લીધા હતા, એમની સાથે 31 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા હતા. તામિલનાડુ રાજભવનમાં ગવર્નર સી વિદ્યાસાગર રાવે પલાનીસામીને શપથ લેવડાવ્યા હતા.

તામિલનાડુ: મુખ્યમંત્રી પલાનીસામી શનિવારે વિધાનભામાં બહુમત પુરવાર કરશે

રાજ્યપાલે પલાનીસામીને 15 દિવસમાં વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરવા કહ્યું હતું. શપથ લીધા બાદ પલાનીસામીએ અન્નાદ્રુમક સંસ્થાપક એમજી રામચંદ્રન અને જયલલિતાના સ્મારકે જઇને શ્રધ્ધાંજલિ આપી હતી.

સુચવેલા સમાચાર