તામિલનાડુ વિધાનસભા: વિશ્વાસ મત દરમિયાન હંગામો, ખુરશીઓ ઉછળી, સ્પીકરને ધક્કે ચડાવ્યા

Feb 18, 2017 02:14 PM IST | Updated on: Feb 18, 2017 02:24 PM IST

નવી દિલ્હી #તામિલનાડુ વિધાનસભાના વિશેષ સત્રમાં મુખ્યમંત્રી ઇકે પલાનીસામી તરફથી આજે વિશ્વાસનો મત રજુ કરાયો હતો. જોકે આ દરમિયાન ડીએમકે અને અન્યો દ્વારા પન્નીરસેલ્વમના સમર્થનમાં સુત્રોચ્ચાર કરાતાં હંગામો થયો હતો. ઉશ્કેરાયેલા ધારાસભ્યોએ ખુરશીઓ ઉછાળી હતી અને સ્પીકર સાથે ધક્કામુક્કી કરતાં મામલા ગરમાયો હતો.

શશિકલાકના સમર્થકોને છોડીને વિપક્ષના તમામ સભ્યોએ ગુપ્ત મતદાનની માગ કરી હતી. જોકે વિધાનસભા અધ્યક્ષે આ માંગણીને ફગાવી દેતાં મામલો ઉગ્ર બન્યો હતો. જે બાદ ભારે વિરોધ થયો હતો. હંગામો કરી રહેલા ધારાસભ્યો વિધાનસભામાં વેલ સુધી ધસી ગયા હતા અને સ્પીકરને ધક્કે ચડાવ્યા હતા. ઉશ્કેરાયેલા ધારાસભ્યોએ ખુરશીઓ ફેંકી હતી અને માઇક્રોફોન તોડ્યા હતા.

તામિલનાડુ વિધાનસભા: વિશ્વાસ મત દરમિયાન હંગામો, ખુરશીઓ ઉછળી, સ્પીકરને ધક્કે ચડાવ્યા

મીડિયા રિપોર્ટ અનુસાર સંસદમાં આ પ્રકારનો માહોલ જોતાં પોલીસને અંદર બોલાવવી પડી હતી. બાદમાં સ્પીકરને સુરક્ષાકર્મીઓની ઘેરાબંધીમાં બહાર લઇ જવાયા હતા.

શક્તિ પરિક્ષણ દરમિયાન આ દ્રમુક ધારાસભ્યોએ પન્નીરસેલ્વમના સમર્થનમાં જોરદાર સુત્રોચ્ચાર કર્યા હતા. વિધાનસભા અધ્યક્ષે દ્રમુક અને પન્નીરસેલ્વમના સમર્થકોએ ગુપ્ત મતદાનની માંગ ફગાવી હતી. ફ્લોર ટેસ્ટમાં મતદાન બાદ વિધાનસભાની કાર્યવાહી પહેલા દિવસે એક વાગ્યા સુધી અને બાદમાં ફરી ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

સુચવેલા સમાચાર