અમદાવાદઃ ટેકનો ફેસ્ટીવલમાં ૬૦૦૦ વિદ્યાર્થીઓ દ્વારા ૧૦૦૦૦ જેટલા સંશોધન રજુ

Feb 15, 2017 09:21 PM IST | Updated on: Feb 15, 2017 09:21 PM IST

અમદાવાદઃએન્જીનીયરનું સંશોધન વધુ પ્રભાવશાળી અને વ્યવહારુ બને તે હેતુથી આજથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી દ્વારા ઝોન૧ નો ટેકનો ફેસ્ટીવલ તલાશ-૨૯૧૭ ની શરૂઆત કરવામાં આવી છે. જ્યાં ૬૦૦૦ વિદ્યાર્થીઓ દ્વારા ૧૦૦૦૦ જેટલા સંશોધન રજુ કર્યા છે.

આજના આધુનિક યુગમાં એક પછી એક નવા સંશોધન થઇ રહ્યા છે.એન્જીનીયરીંગ ક્ષેત્ર હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે એન્જીનીયરીંગ ના વિદ્યાર્થીઓને નવો વેગ મળે અને નવા નવા વ્યવહારુ સંશોધન થાય તે હેતુથી અમદાવાદની સિલ્વર ઓક કોલેજ ઓફ એન્જીનીયરીંગમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીનો ટેકનો ફેસ્ટીવલ શરુ થયો છે. જ્યાં જીટીયુના કુલપતિ નવીનભાઈ શેઠ સહિતે વિદ્યાર્થીઓના વિવિધ સંશોધન નિહાળ્યા હતા. ટેકનો ફેસ્ટીવલ તલાશ-૨૦૧૭માં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી ઝોને-૧ ની તમામ એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે. જેમાં વિજેતા ઉમેદવારોને ત્રણ ત્રણ લાખ રૂપિયાના રોકડ પુરષ્કાર આપવામાં આવશે.

અમદાવાદઃ ટેકનો ફેસ્ટીવલમાં ૬૦૦૦ વિદ્યાર્થીઓ દ્વારા ૧૦૦૦૦ જેટલા સંશોધન રજુ

જી.ટી.યુ. દ્વારા વર્ષે આવા કાર્યક્રમ પાછળ રૂપિયા ૬૦ લાખ સુધીનો ખર્ચ કરવામાં આવે છે.

બે દિવસ ચાલનારા આ ટેકનો ફેસ્ટીવલ તલાશ-૨૦૧૭ માં અલગ અલગ ઇવેન્ટ આધારિત ઇન્વેન્શન ની રજૂઆત વિદ્યાર્થીઓ દ્વારા પપ્રેક્ટીકલી કરવામાં આવશે. જેમાં એન્જીનીયરીંગ ના તમામ ક્ષેત્રના ૧૦૦૦૦ જેટલા સંશોધન રજુ થશે.

 

સુચવેલા સમાચાર