અમદાવાદઃ22વર્ષ જુની પોલીસ ચોકી પર કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળ્યું

Mar 07, 2017 04:35 PM IST | Updated on: Mar 07, 2017 04:35 PM IST

અમદાવાદઃઅમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લો ગાર્ડન ચોકીને કોર્પોરેશન દ્રારા તોડી પાડતા નવો વિવાદ સર્જાયો છે.1988થી કાર્યરત પોલીસ ચોકીને એકાએક તોડી દેવાતા અનેક સવાલો ઉભા થયા છે.

કોર્પોરેશનના કહેવા પ્રમાણે આ ચોકી ગેરકાયદેસર હોવાથી તોડી નાખવામાં આવી છે ત્યારે પોલીસનુ કહેવુ છે કે આ ચોકી વર્ષો જુની હતી અને પહેલા કેમ તોડી નથી અને અચાનક કેમ તોડી નાખવામાં આવી છે.

અમદાવાદઃ22વર્ષ જુની પોલીસ ચોકી પર કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળ્યું

પોલીસનુ કહેવુ છે કે ચોકી ખુબજ ખરાબ હાલતમાં હતી. જેથી તેનુ સમારકામ ચાલી રહ્યુ હતુ અને કોર્પોરેશન દ્રારા નોટિસ મળતા અમે જવાબ પણ રજુ કરેલ છતા ચોકી તોડી દેવામાં આવી છે.ત્યારે પોલીસનુ એ પણ કહેવુ છે કે લો ગાર્ડન આસપાસ અનેક એવી જગ્યાઓ છે જે ગેરકાયદેસર છે તો તેને કેમ તોડવામાં આવી નહી.

 

સુચવેલા સમાચાર