કુલભૂષણ મામલે શશી થરૂરની મદદ અંગે સુષમાએ કહ્યું- અમારી પાસે ટેલેન્ટની કમી નથી

Apr 12, 2017 10:32 AM IST | Updated on: Apr 12, 2017 10:32 AM IST

નવી દિલ્હી #વિદેશ મંત્રી સુષમા સ્વરાજે એ વાતોને બેબુનિયાદ ગણાવી છે કે જેમાં કોંગ્રેસ નેતા શશિ થરૂર સંસદમાં કુલભૂષણ જાધવ મામલે મોદી સરકારને મદદ કરવાના છે. જોકે સુષમાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, મારા મંત્રાલયમાં પ્રતિભાની કોઇ કમી નથી, મારી પાસે સક્ષમ સચિવો છે અને એમનો સહયોગ છે.

અહીં નોંધનિય છે કે, પૂર્વ વિદેશ મંત્રી શશિ થરૂર કુલભૂષણ જાધવના મુદ્દે સરકારને એકસુત્રીય નિવેદનનો મુસદ્દો તૈયાર કરવા માટે મદદ કરવાના છે એવી વાત સામે આવી હતી.

કુલભૂષણ મામલે શશી થરૂરની મદદ અંગે સુષમાએ કહ્યું- અમારી પાસે ટેલેન્ટની કમી નથી

જાણવા મળ્યા મુજબ કુલભૂષણ જાધવને ફાંસીની સજા આપવાને લઇને સંસદમાં બુધવારે પાકિસ્તાનની આકરા શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને ગૃહ મંત્રી રાજનાથસિંહે આ મામલે બનતા તમામ પ્રયાસ કરવામાં આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર