પાકિસ્તાન ગયેલા પીરજાદા આસિફ અલી અને નાજિમ નિજામી લાપતા, વિદેશ મંત્રાલય હરકતમાં

Mar 17, 2017 11:53 AM IST | Updated on: Mar 17, 2017 11:53 AM IST

નવી દિલ્હી #હઝરત નિજામુદ્દીન ઓલિયા દરગાહના પીરજાદા આસિફ અલી નિજમી અને નાજિમ નિજામી પાકિસ્તાનથી લાપતા થઇ ગયા છે. આ બંને ટૂરિસ્ટ વિઝા પર પાકિસ્તાન ગયા હતા. ભારત સરકારે આ મામલે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો છે.

અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ આસિફ અલી નિજામી ગુરૂવારે કરાંચીમાં સંબંધીને મળ્યા બાદ લાહોરની દરગાહ જિયરત કરવા ગયા હતા. ત્યાર બાદ નિજામીના કોઇ વાવડ નથી. તો નાજિમ નિજામી કરાંચીથી લાપતા થયાની વાત છે.

પાકિસ્તાન ગયેલા પીરજાદા આસિફ અલી અને નાજિમ નિજામી લાપતા, વિદેશ મંત્રાલય હરકતમાં

વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટ કરી કહ્યું કે, આ મામલે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનો સંપર્ક કરવામાં આવ્યો છે અને બંને લાપતા ભારતીયો અંગે જાણકારી આપવામાં આવી છે.

બીજી તરફ આસિફ નિજામીના પુત્ર આમિર નિજામીએ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને મદદ કરવા અપીલ કરી છે. આમિરે કહ્યું કે, વાલિદ સાહેબના કોઇ વાવડ નથી. સુષમાજીને અપીલ કરી છે કે સત્વરે આ મામલે ધ્યાન આપે, અમારી ભારત સરકારને અપીલ છે કે જલ્દીથી આ મામલે કંઇ કરે અને શોધી કાઢે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર