સુરતઃદર્દીના મોતથી વીફરેલા પરિવારનો હંગામો,ક્લિનિકમાં તોડફોડ

Feb 18, 2017 03:19 PM IST | Updated on: Feb 18, 2017 03:52 PM IST

સુરતઃસુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ક્લિનિકના તબીબ દ્વારા દર્દીને ઇન્જેક્શન આપ્યા બાદ મોત નીપજ્યું હોવાના આક્ષેપ પરિવારજનોએ કર્યા છે.ઉશ્કેરાયેલા પરિવારજનોએ તબીબના ક્લિનિક પર જઇ હંગામો મચાવ્યો હતો.જો કે ક્લિનિક બંધ હોવાના કારણે બાજુમાં રહેલ મેડિકલ સ્ટોરને રોષે ભરાયેલા પરિવારજનોએ  નિશાન બનાવી ભારે તોડફોડ કરી હતી અને મેડિકલ સ્ટોરના માલિકને પણ ઢોર મારમાર્યો હતો.

જ્યાં મોડી રાત્રે  આ સમગ્ર મામલો પાંડેસરા પોલીસ મથકે પોહચતા પોલીસે આગળની તપાસ આદરી હતી.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામા કેદ થઇ જતા પોલીસે ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.

સુચવેલા સમાચાર