જીએસટીના દરને લઇ ઉદ્યોગકારો-વેપારીઓ નારાજ, બંધ પાડી વિરોધ

Jun 17, 2017 10:42 AM IST | Updated on: Jun 17, 2017 10:42 AM IST

સુરતમાં કાપડ ઉદ્યોગ બાદ હવે જીએસટીનો વિરોધ ડાયમંડ ઉદ્યોગમાં પણ શરુ થયો છે. અત્યાર સુધી ડાયમંડ ઉદ્યોગમાં કોઈ ટેક્સ સીધી રીતે લાગુ કરવામાં આવ્યો ન હતો, પરતું જીએસટીમાં રફ ડાયમંડ પર 0.25 ટકા, વેપાર પર 3 ટકા અને જોબવર્ક પર 5 ટકા અને બ્રોકરેજ પર 18 ટકા જેટલો દર લાગુ પાડવામાં આવ્યો છે. જેની સામે કારખાનેદારો, ડાયમંડ ઉદ્યોગકારો, વેપારીઓએ અને દલાલોએ રસ્તા પર ઉતરવાનું નક્કી કર્યું છે.

આ મુદ્દે શનિવારે 17 જુનના રોજ સુરતના ત્રણ મુખ્ય હીરાબજારને સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યા છે. વેપારીઓ , દલાલો અને ઉદ્યોગકારોનું માનવું છે કે સરકારે કોઈ પણ જાતના સર્વે વગર જીએસટી લાવ્યો છે, જેથી ઉદ્યોગને નુકસાન થશે, સાથેજ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે UPA સરકાર હતી ત્યારે 14 ટકા જીએસટીનો વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે હવે વિરોધ કરનારાઓ સરકારમાં આવ્યા છે જેમને 26.25% સુધીનો જીએસટી લાગુ કર્યો છે.

જીએસટીના દરને લઇ ઉદ્યોગકારો-વેપારીઓ નારાજ, બંધ પાડી વિરોધ

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર