સુરતઃલાકડાની આડસ મુકી ટ્રેનને ઉઠલાવવાનો પ્રયાસ

Apr 20, 2017 12:25 PM IST | Updated on: Apr 20, 2017 12:25 PM IST

સુરતઃલાકડાની આડસ મુકી ટ્રેનને ઉઠલાવવાનો પ્રયાસ

સુરતના સાયણ ગામ નજીક રલવે ટ્રેક પર અપ લાઈન પર લાકડાનું જાડું થડ મૂકી ટ્રેન ઉઠ્લાવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.રાત્રે ૨ વાગ્યા ના અરસામાં ઘટના બની હતી ,રાત્રે ૧.૫૫ વાગ્યે ડાઉન લાઈન પર થી પસાર થઇ રહેલી ટ્રેન ના ડ્રાયવરે આ લાકડાનું થડ જોતા રેલ્વે સ્ટેસન પર જાણ કરતા મોટી જાન હાની ટળી હતી.

જો કે ઘટના બાદ રેલ્વે પોલીસ નો મોટો કાફલો ઉચ્ચ અધિકારીઓ સહીત ઘટના સ્થળે ધસી જઈ તપાસ હાથ ધરી હતી.મહત્વ નું છે કે હાલ મુંબઈ અમદાવાદ વચ્ચે નવી રેલ્વે લાઈન નું કામ ચાલી રહ્યું છે.જેને લઇ ટ્રેક ની આજુબાજુ માં આવેલા વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે.

આ કાપેલા લાકડા ચોરી જવાના ઈરાદાથી કોઈ ઇસમો એ આ લાકડું હટાવવાની કોશિશ કરી હોઈ અને આ થડ નહિ લઇ જઈ સકતા રેલ્વે ટ્રેક પર જ મૂકી નાસી ગયા હોવાનું પ્રાથમિક તપાસ માં જણાઈ રહ્યું છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર