આગ્રામાં બોમ્બ બ્લાસ્ટને લઇને સુરત રેલ્વે સ્ટેશનને પણ એલર્ટ

Mar 19, 2017 08:18 AM IST | Updated on: Mar 19, 2017 08:18 AM IST

સુરતઃઆગ્રા રેલ્વે સ્ટેશન પર થયેલા બોમ્બ બ્લાસ્ટને લઇને સુરત રેલ્વે સ્ટેશનને પણ એલર્ટ કરી દેવામા આવ્યુ છે. બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ રેલ્વે પોલીસ તથા આરપીએફ દ્વારા રેલ્વે સ્ટેશન પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.

તેમજ જો કોઇ શંકાસ્પદ વસ્તુ જણાય તો તેની તપાસ કરવામાં આવતી હતી. આ ઉપરાંત સુરત રેલ્વે સ્ટેશન પરથી આવતી જતી તમામ ટ્રેનોમા બેઠાલા મુસાફરોના સામાનની તપાસ હાથ ધરવામાં આવતી હતી. ખાસ તકેદારીના પગલા રુપે આરપીએફ દ્વારા લોકોને જાગૃત પણ કરવામા આવ્યા હતા.

આગ્રામાં બોમ્બ બ્લાસ્ટને લઇને સુરત રેલ્વે સ્ટેશનને પણ એલર્ટ

સુચવેલા સમાચાર