સુરતમાં કોંગ્રેસના પોસ્ટર બન્યા ચર્ચાનો વિષય,જાણો શું છે મામલો

Apr 23, 2017 02:43 PM IST | Updated on: Apr 23, 2017 02:43 PM IST

જરાત વિધાનસભાની ચુંટણી જીતવા માટે ગુજરાત કોંગ્રેસે સૂત્ર આપ્યુ છે કે કોંગ્રેસ આવે છે. જોકે જેમ ચુંટણીનો નજીક આવી રહ્યી છે તેમ કોંગ્રેસમાં મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને ખેચતાણ વધી ગઈ છે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તો મુખ્યમંત્રી કોણ હશે તેને લઈને અનેક નામો સામે આવ્યા છે. કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી વચ્ચે મુખ્યમંત્રી પદ માટેની સીધી લડાઈ હોવાનું મનાય છે.

જોકે બેમાંથી એક પણ નેતા સીધી રીતે કંઈ પણ કહેવા તૈયાર નથી પરતું તેમના સમર્થકો ખુલ્લેઆમ બેનરો અને પોસ્ટરો લગાવી રહ્યા છે. સુરતમાં શનિવારે ફરી એક વખત વિવાદનો મધપુડો છંછેડતા પોસ્ટર લાગ્યા હતાં. જેમાં શંકરસિંહ વાઘેલાના ફોટા સાથે લખવામાં આવ્યું હતું કે બાપુ આવે છે, તો ભરતસિંહ સોલંકીના ફોટા સાથે લખવામાં આવ્યુ હતું કે ભરતસિંહ સોલંકી મુખ્યમંત્રી બને છે. જોકે પોસ્ટર કોણે લગાડ્યા છે તેની ખબર નથી પડી પરતું કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને ખેચતાણ હોવાનું તો પાર્ટીના કાર્યકરોમાં પણ ચર્ચાઇ રહ્યુ છે.

સુરતમાં કોંગ્રેસના પોસ્ટર બન્યા ચર્ચાનો વિષય,જાણો શું છે મામલો

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર