મોદીના સ્વાગત માટે સુરતમાં થનગનાટ,ભાજપના ત્રણ વર્ષની કામગીરી અનોખી રીતે દર્શાવાઇ

Apr 15, 2017 02:14 PM IST | Updated on: Apr 15, 2017 02:14 PM IST

સુરતમાં PM નરેન્દ્ર મોદીના આગમન પહેલા થનગનાટ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે, ત્યારે ન્યુ ઇન્ડિયા થીમ પર લેસર શોનું આયોજન કરવામાં આવ્યું હતું, સુરતના ગૌરવ પથ પર આયોજન કરવામાં આવ્યું. જેમાં સ્વચ્છ ભારત, ડિજિટલ ઇન્ડિયા, ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, ઉજાલા, સહિતની થીમનો પણ લેસર શોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સુરતમાં પહેલી વખત આ પ્રકારના લેસર શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

વડાપ્રધાન બન્યા બાદ પહેલી વખત સુરતની બે દિવસની મુલાકાતે આવી રહેલા નરેન્દ્ર મોદીને આવકારવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેગા આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી 16 તારીખે જ્યારે સુરત એરપોર્ટ પર આવશે ત્યારે તેમનું સ્વાગત કર્યા બાદ અંદાજે 25000 બાઈકરો રેલી કાઢશે. આ બાઈક ચાલકો પીએમને દોરીને એરપોર્ટ થી સુરત સર્કિટ હાઉસ સુધી લઇ જશે, આ માટે એક રીહર્સલનું આયોજન ભાજપ અને પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ પીએમ આવે ત્યારે કોઈ મુશ્કેલી પડે નહીં તે માટેનો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર