સુરતઃલિફ્ટ પેસેજમાં પહેલાથી ચોથામાળ સુધી આગ લાગતા દોડધામ

Apr 11, 2017 07:08 PM IST | Updated on: Apr 11, 2017 07:08 PM IST

સુરતના ઘોડરોડ રોડ વિસ્તારમાં આવેલા એક શો રુમની લિફટ પેસેજમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે પહેલા માળે લાગેલી આગ ચોથા માળ સુધી પહોંચી હતી. આગ લાગતાની સાથે જ શો રુમમા કામ કરતા કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા દોડધામ મચાવી દીધી હતી. બીજી તરફ આગનો કોલ મળતાની સાથે જ ફાયરના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી આગને કાબૂમા લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

સરતના ઘોડદોડ રોડ પર આવેલા યુનિયન સ્ક્વેરમાં જેડ બ્લૂ, ચારૂ જ્વેલ સહિતના મોટા શો રૂમ આવેલા છે. અહિંની બિલ્ડીંગમાં રોડ સાઈડ પર આવેલી લિફ્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આ દરમિયાન લિફ્ટ ચોથા માળે ઉપર હતી. આગ એટલી પ્રચંડ હતી કે થોડા જ સમયમાં આગની જ્વાળાઓમાં લિફ્ટનું એલિવેશન ભડ ભડ સળગવા લાગ્યું હતું. જેથી આસપાસમાં ડરનો માહોલ પેદા થયો હતો તથા શો રુમમા કામ કરતા કર્મચારીઓ પોતાનો જીવ બચાવી બિલ્ડીંગની નીચે ઉતરી પડયા હતા.

સુરતઃલિફ્ટ પેસેજમાં પહેલાથી ચોથામાળ સુધી આગ લાગતા દોડધામ

આગ એટલી વિકરાળ હતી કે તેની લપેટમાં આખેઆખી લિફટનો પેસેજ બળીને ખાખ થઇ ગયો હતો. બીજી તરફ આગનો કોલ મળતાની સાથે જ ફાયરની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. કલાકોની જહેમદ બાદ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવતા લોકોએ રાહતનો સ્વાસ લીધો હતો. બીજી તરફ ફાયરની ટીમ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ કાઢી રહી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર