સુરતમાં 50-100ના દરની નકલી ચલણી નોટોની હેરાફેરી

May 22, 2017 01:15 PM IST | Updated on: May 22, 2017 01:18 PM IST

સુરતની ઉધના પોલીસ નો સ્ટાફ રવિવારના રોજ બનતા અપડત ગુના શોધવા પેટ્રોલિંગમાં હતી.જે દરમ્યાન માહિતી મળી હતી કે એક શખ્સ રૂપિયા 100 અને 50 ના દરની બનાવટી ચલણી નોટો લઈ ઉધના હરિનગર ખાતે આવી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવી નકલી નોટોની હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી પાડ્યો હતો.

પોલીસે તેની અંગ જડતી લેતા એક મોબાઈલ ,રોકડા રૂપિયા તેમજ બનાવટી ચલણી 100 અને 50 ના દરની 21900 રૂપિયા મળી આવ્યા હતા.જે એફએસએલ તપાસમાં પણ બનાવટી હોવાનું સામે આવ્યું છે.પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપી મૂળ યુપીનો વતની અને સુરતના લીંબાયત સ્થિત ગોડાદરાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. આરોપીએ પોતાનું નામ રાજેશ લક્ષ્મીનારાયણ મિશ્રા યુપીનો વતની હોવાનું પોલીસને જણાવ્યું છે.

સુરતમાં 50-100ના દરની નકલી ચલણી નોટોની હેરાફેરી

બનાવતી ચલણી નોટોની હેરાફેરીમાં કરનાર આરોપી રાજેશ મિશ્રાની પોલીસે કરેલ ઊંડાણપૂર્વકની પુછપરછમાં અન્ય ત્રણ શખ્સોના નામ પણ સામે આવ્યા છે.જેના આધારે પોલીસે આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.આરોપીઓ આ નોટો ક્યાંથી અને કોના પાસેથી લાવ્યા હતા તે દિશામાં પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર