સુરતઃએકઝિબિસન સેલમાં ધનિક મહિલાએ પર્સ ચોર્યું,CCTVમાં થયો પર્દાફાશ

Feb 21, 2017 05:34 PM IST | Updated on: Feb 21, 2017 05:34 PM IST

સુરતઃસુરતના સીટીલાઇટ વિસ્તારમા આવેલા મહેશ્વરી ભવનમાં એક સપ્તાહ પહેલા એકઝિબિસન સેલનું આયોજન હાથ ધરવામા આવ્યુ હતુ. આ એક્ઝિબિશન દરમિયાન ભાવિની શાહ નામની મહિલાના કાઉન્ટર પરથી  એક પર્સ ગાયબ હતુ. જેથી હોલમા લાગેલા સીસીટીવી ફુટેજ ચેક કરતા એક મહિલા આ પર્સની ચોરી કરતા નજરે પડી હતી.

ઉમરા પોલીસની તપાસ દરમિયાન મહિલા બીજુ કોઇ નહિ પરતુ લુમ્સના કારખાનેદારની પત્ની અંકિતા અગ્રવાલ હોવાનું બહાર આવ્યુ હતુ.  જેથી પોલીસે તેની અટકાયત કરી હતી. મહત્વની વાત એ છે કે અંકિતા ધનીકવર્ગની હોવા છતાં ચોરી કરવાની કયા કારણે જરૂર પડી એ સવાલ છે.ઉલ્લેખનીય છે કે અંકિતાને છ મહિનાનો ગર્ભ છે અગાઉ પણ તેને જે જે આર્ટ ગેલેરીમાથી ચોરી કરી હતી.

સુરતઃએકઝિબિસન સેલમાં ધનિક મહિલાએ પર્સ ચોર્યું,CCTVમાં થયો પર્દાફાશ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર