સુરતઃકર્મચારી ટુપ્લીકેટ ડાયમંડ પધરાવી રફુચક્કર

Mar 12, 2017 11:32 AM IST | Updated on: Mar 12, 2017 11:32 AM IST

સુરતઃસુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ એક હીરાના કારખાનેદાર પાસેકામ કરતો કર્મચારી રફ ડાયમંડ લઇ જઇ અને ડુપ્લીકેટ ડાયમંડ પધરાવી રફુચક્કર થઇ ગયો હતો. જોકે આ યુવાન વિરૂધ્ધ કારખાનેદારે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કાપોદ્રા વિસ્તાર માં સ્વપ્ન રેસીડન્સી યોગીચોક ખાતે રહેતા કેતનભાઇ નાગજીભાઇ ગેલાણી કાપોદ્રા સરદાર કોમ્પલેક્સમાં હીરાનું કારખાનું ચલાવે છે. તેમના કારખાનામાં બે દિવસ પહેલા કામ કરવા આવેલ કારીગર વિજય ગોરધન પાનસુરીયા કે જે સરીતા સોસાયટી ડી આર વર્લ્ડ પાસે રહે છે તે રૂ.6.50 લાખની કિંમતના 61.49 કેરેટ રફ ડાયમંડ લઇ ગયો હતો. બાદમાં આ તમામ હીરા બદલાવીને ડુપ્લીકેટ ડાયમંડ પરત આપી ગયો હતો.

સુરતઃકર્મચારી ટુપ્લીકેટ ડાયમંડ પધરાવી રફુચક્કર

અને નોકરી પાર નહિ આવતા માલિકે આ મામલે હીરા ચેક કરતા તે નકલી નીકળ્યા હતા. જેથી આ અંગે જાણ થતા કેતન ગેલાણીએ વિજય પાનસુરીયા વિરૂધ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર