મુખ્યમંત્રી બનવાના શશિકલાના સપના પર પાણી ફરી વળ્યું, સુપ્રીમ કોર્ટે ફટકારી 4 વર્ષની સજા

Feb 14, 2017 11:07 AM IST | Updated on: Feb 14, 2017 11:07 AM IST

નવી દિલ્હી #સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપતાં શશિકલાને ચાર વર્ષની કેદની સજા સંભળાવી છે. આ સાથે જ તામિલનાડુના મુખ્યમંત્રી બનવાનું શશિકલાનું સપનું તૂટ્યું છે. આવક કરતાં વધુ સંપત્તિ રાખવાના કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતાં શશિકલાને દોષિત માન્યા છે.

સુપ્રીમ કોર્ટે આવક કરતાં વધુ સંપત્તિ રાખવાના ગુનામાં આજે આ મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ચુકાદાને અમાન્ય ઠેરવ્યો છે અને શશિકલાને દોષિત માન્યા છે. આ ચુકાદા સાથે જ શશિકલાને આજે જેલમાં જવું પડશે.

મુખ્યમંત્રી બનવાના શશિકલાના સપના પર પાણી ફરી વળ્યું, સુપ્રીમ કોર્ટે ફટકારી 4 વર્ષની સજા

અહીં નોંધનિય છે કે, જયલલિતાના નિધન બાદ તામિલનાડુના મુખ્યમંત્રી બનવા માટે શશિકલાનું નામ નક્કી જ હતું ત્યાં સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી શશિકલાના સપના તૂટી ગયા છે. સુપ્રીમ કોર્ટે શશિકલાને જેલ જવાનો આદેશ આપ્યો છે.

સુચવેલા સમાચાર