સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર રામ મંદિર મામલે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમનો ઈન્કાર

Mar 31, 2017 08:33 AM IST | Updated on: Mar 31, 2017 03:37 PM IST

અયોધ્યા રામ મંદિર મામલે સુપ્રીમ કોર્ટે ઝડપી સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે.ઝડપી સુનાવણી કરવા સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમમાં અરજી કરી હતી, સુપ્રીમ કહ્યુ હતું કે, અત્યારે જલ્દી સુનાવણીનો સમય નથી.

નોધનીય છે કે, રામ મંદિર વિવાદમાં પર સુપ્રીમ કોર્ટમાં જલદીથી જલદી અને રોજેરોજ સુનાવણી કરાય આ અરજી પર આજે શુક્રવારે સુનાવણી હાથ ધરાઇ હતી. ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીની આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે 21 માર્ચે કહ્યુ હતુ કે આ મામલે બધા પક્ષ એકબીજા સાથે વાતચીત કરી વિવાદ ઉકેલી શકે છે.

અગાઉની મુદ્દતે સુપ્રીમ કોર્ટે કહ્યુ હતું કે રામ મંદિર એક સંવેદનશીલ અને ભાવનાત્મક મુદ્દો છે અને આ યોગ્ય હશે કે આ મુદ્દે મૈત્રીપુર્ણ રીતે ઉકેલ આવે. કોર્ટએ ટિપ્પણી કરતા કહ્યુ કે આ મામલાને બધા પક્ષ સર્વસંમતિથી એક સાથે બેસી ઉકેલી શકે છે.

કોર્ટએ સ્વામીને સંબંધિત પક્ષોથી સલાહ કરવા અને આ સંદર્ભે લેવાયેલા નિર્ણયના અંગે કોર્ટને સુચિત કરી 31 માર્ચ સુધીનો સમય આપ્યો છે. સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જેએસ ખેહરની બેંચમાં સુનાવણી કરતા કહ્યુ કે બધા પક્ષોએ આ મુદ્દાને ઉકેલવા નવા પ્રયાસ કરવા માટે મધ્યસ્થી કરવી જોઇએ. જે માટે કોર્ટ દ્વારા પણ મધ્યસ્થી થઇ શકે છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર