પાનકાર્ડ સાથે આધારને જોડવાના સરકારના આદેશ પર સુપ્રીમે આપ્યો સ્ટે

Jun 09, 2017 03:57 PM IST | Updated on: Jun 09, 2017 03:57 PM IST

સુપ્રીમ કોર્ટે પાનકાર્ડથી આધાર કાર્ડ જોડવાના સરકારના આદેશ પર શુક્રવારે સ્ટે આપ્યો છે. કોર્ટે કહ્યુ કે સંવિધાન પીઠના નિર્ણય સુધી સ્ટે રહેશે. આયકર અધિનિયમનને લઇ રિટર્ન ભરવા માટે પેનકાર્ડ બનાવવા માટે આધારકાર્ડ ફરજીયાત કરી દેવાયું હતું.

સુપ્રીમે કહ્યુ કે જેના પાસે આધાર કાર્ડ નથી તે પાનકાર્ડ દ્વારા આયકર રિટર્ન ભરી શકે છે. કોર્ટે કહ્યુ કે જેની પાસે આધાર કાર્ડ છે તેમણે લીંક કરવું પડશે.

પાનકાર્ડ સાથે આધારને જોડવાના સરકારના આદેશ પર સુપ્રીમે આપ્યો સ્ટે

સીપીઆઈ લીડર બિનોય વિસ્વામ સહિત અનેક લોકોએ સુપ્રીમ કોર્ટમાં આ કાયદાને પડકાર્યો છે. પિટિશન પ્રમાણે 2015માં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે યુનિક આઇડેન્ટિટી નંબર સ્વૈચ્છિક છે. પરિણામે, સરકાર આઇટીઆર અને પાન માટે આધારને મેન્ડેટરી ઘોષિત ન કરી શકે.  પિટિશનર્સના વકીલ શ્યામ દીવાને આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર આ મામલે સુપ્રીમ કોર્ટના એ આદેશોના હિસાબે નથી ચાલી રહી જે આધાર કાર્ડને મેન્ડેટરી કે વોલન્ટરી જાહેર નહીં કરવાને લઇને જાહેર કરવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર