2002 રમખાણ મામલે ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી

Aug 29, 2017 01:45 PM IST | Updated on: Aug 29, 2017 01:47 PM IST

 અમદાવાદ# 2002 રમખાણ મામલે ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે.  વર્ષ ર૦૦રમાં થયેલા રમખાણોમાં નુકસાન પામેલાં ધાર્મિક સ્થળોનાં વળતર મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના એક નિર્ણયને ઊલટાવી નાખ્યો છે. ધાર્મિક સ્થળોનાંંનુકસાનની ભરપાઇ અંગે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિક પી.પી. પંતની બનેલી બેંચે ગુજરાત સરકારને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે આજે આ ચુકાદાને રદ કર્યો છે.

જો સરકાર વળતર આપવા માગતી હોય તો મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ વગેરેને ભવન માનીને તેની ક્ષતિઓ દૂર કરી શકે છે. મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટે 2012માં આદેશ આપતાં કહ્યું હતું કે ગોધરા કાંડ બાદ થયેલા રમખાણ દરમિયાન જે પણ ધાર્મિક સ્થળોને નુકસાન થયું છે તે માટે રાજ્ય સરકાર વળતર ચૂકવે. જોકે બાદમાં હાઈકોર્ટના આદેશને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

સુચવેલા સમાચાર