અનામતનો લાભ લેનારને જનરલમાં નોકરી ન મળી શકેઃસુપ્રીમ

Apr 23, 2017 11:44 AM IST | Updated on: Apr 23, 2017 11:44 AM IST

સુપ્રીમ કોર્ટમાં અનામત વર્ગમાં નોકરી મેળવવાના દાવા મામલે શનિવારે એક મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. જસ્ટિસ આર.ભાનુમતિ અને અજય ખાનવિલકરની બેન્ચે એક કેસની સુનાવણીમાં કહ્યું હતું કે, અનામત વર્ગના ઉમેદવારને અનામત વર્ગમાં જ નોકરી મળી શકે છે પછી ભલે તેણે સામાન્ય વર્ગના ઉમેદવારથી વધુ ગુણ મેળવ્યા હોય. કોર્ટે કેરળની ઇવી દીપાએ કરેલી અરજી પર આ નિર્ણય સંભળાવ્યો હતો.તેઓ અનામત ક્વોટામાં સીટ નહીં મેળવી શકે તો તેમને જનરલ ક્વોટામાં સ્થાન મળશે નહીં.

સમગ્ર કેસ શું છે જાણો

અનામતનો લાભ લેનારને જનરલમાં નોકરી ન મળી શકેઃસુપ્રીમ

દીપા પીવી નામની મહિલાએ હાઇકોર્ટએ અરજી ફગાવતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે વાણિજ્ય મંત્રાલય હસ્તકના ભારતીય નિકાસ નિરીક્ષણ પરિષદમાં લેબ સહાયક ગ્રેડ-2ની જગ્યા માટે OBC શ્રેણીમાં અરજી કરી હતી. પરીક્ષામાં તેમને 82 ગુણ હતા. બાદમાં 93 માર્ક મેળવનાર સેરેના જોસેફને નોકરી અપાઈ હતી. સામાન્ય વર્ગમાં લઘુત્તમ કટઑફ માર્ક 70 હતા. પણ સામાન્ય શ્રેણીના કોઈ પણ ઉમેદવારે આટલા માર્ક મેળવ્યા નહોતા. તેથી દીપાએ પોતાને સામાન્ય શ્રેણીમાં નોકરી મળે એવી માગણી કરી હતી.

કોર્ટે ચુકાદામાં કહ્યું કે અરજદાર મહિલાએ વયમર્યાદામાં છૂટછાટ લઈને ઓબીસી અનામત શ્રેણીમાં અરજી કરી હતી. મહિલાએ ઇન્ટરવ્યુ પણ OBC કેટેગરીમાં જ આપ્યો તેથી તે સામાન્ય શ્રેણીમાં નિમણૂકનો અધિકાર મેળવવાનો દાવો ન કરી શકે.

ફરિયાદીએ કોર્ટ પાસે માંગણી કરી હતી કે તેને સામાન્ય વર્ગમાં નોકરી આપવામાં આવે કારણ કે તેને લેખિત પરીક્ષામાં સામાન્ય વર્ગના ઉમેદવારથી વધુ અંક મેળવ્યા હતા. કોર્ટનું કહેવું હતું કે, 1 જુલાઇ 1999ના ડીઓપીટીની કાર્યવાહીના નિયમમાં સ્પષ્ટ જણાવાયું છે કે SC, ST, OBCના એવા ઉમેદવારો જે પોતાના મેરિટના આધારે પસંદગી પામીને આવ્યા છે તેમને અનામત વર્ગમાં સમાયોજિત કરી શકાય નહીં.

 

સુચવેલા સમાચાર