પીએમ મોદી વિરૂધ્ધ 'સહારા બિરલા ડાયરી' તપાસની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું-પુરાવા પુરતા નથી

Jan 11, 2017 05:34 PM IST | Updated on: Jan 11, 2017 05:34 PM IST

નવી દિલ્હી #સહારા બિરલા ડાયરીમાં કથિત રીતે રાજનેતાઓને કરોડો રૂપિયા આપવા અંગેની અરજી મામલે તપાસની માંગની અરજી સુપ્રીમ કોર્ટે આજે ફગાવી છે. કોર્ટે કહ્યું કે, આ આરોપોમાં દમ નથી અને પુરતા પુરાવા પણ નથી. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આ કથિત ડાયરીના આધારે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.

એક બિન સરકારી સંસ્થા તરફથી જાહેર હિતની અરજી દાખલ કરનાર વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટને કહ્યુ કે, સહારા બિરલા ડાયરીમાં જન પ્રતિનિધિઓના નામ રકમ લેવાની જગ્યામાં નોંધાયેલા છે. આ આધારે એમની વિરૂધ્ધ તપાસના આદેશ આપવા જોઇએ.

પીએમ મોદી વિરૂધ્ધ 'સહારા બિરલા ડાયરી' તપાસની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું-પુરાવા પુરતા નથી

રાહુલ ગાંધીએ મહેસાણા ખાતેની જનરેલીમાં આ અંગે ખુલાસો કરતાં ગુજરાતના તત્કાલિન સીએમ અને હાલના પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે કથિત લેણદેણની વાતને લઇને તપાસની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, મોદીજીને સહારા તરફથી રકમ આપવાની વાત ઇન્કમ ટેક્સ વિભાગ પાસે દસ્તાવેજના રૂપમાં છે.

કથિત લેણદેણમાં દિલ્હીના તત્કાલિન મુખ્યમંત્રી અને યૂપીમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર શીલા દિક્ષીતનું નામ સામે આવ્યું છે. શીલા દિક્ષીતે આ આરોપોને નકાર્યા છે અને કથિત સહારા બિરલા ડાયરીની સત્યતા પર જ સવાલ ઉઠાવ્યા છે.

કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરી સહારા ડાયરીની એક તસ્વિર શેયર કરવામાં આવી છે. તસ્વીરમાં બતાવાયું છે કે ગુજરાતના મુખ્યમંત્રી દરમિયાન નરેન્દ્ર મોદીએ સહારા સમુહ પાસેથી 40 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. આ તસ્વીર સામે આવ્યા બાદ કોંગ્રેસ જ સવાલોમાં ઘેરાઇ ગઇ હતી.

રાહુલના આ આરોપો બાદ સોશિયલ મીડિયામાં 2014ના લોકસભા ચૂંટણીની એક તસ્વીર વાયરલ થઇ રહી છે. જેમાં દાવો કરાયો છે કે, લોકસભા મત વિસ્તાર અમેઠીમાં જે લેન્ડ ક્રુઝર પર રાહુલ ગાંધી સવાર છે એ કાર સહારા ઇન્ડિયાના નામે રજીસ્ટર્ડ છે.

કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રમોદ તિવારીએ રાહુલ ગાંધીનો બચાવ કરતાં કહ્યું કે, એમની પાસે સહારાના નામથી રજીસ્ટર્ડ લેન્ડ ક્રુઝર જરૂર છે કારણ કે તે સહારાના વકીલ પણ છે. પરંતુ રાહુલ ગાંધી એ કારમાં સવાર નથી. જે તસ્વીર વાયરલ થઇ રહી છે તે વાસ્તવમાં ફોર્ચ્યૂનરની છે. જેમાં રાહુલ ગાંધી સવાર છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર