સન્ની લિયોની કચ્છમાં,શા માટે આવી છે જાણવા વાંચો

Apr 25, 2017 01:35 PM IST | Updated on: Apr 25, 2017 01:35 PM IST

કચ્છના જ યુવા ઉઘોગપતિઓના બાગેશ્રી ફિલ્મસ પ્રા. લિના બેનર તરીકે તૈયાર થઈ રહેલી બોલીવુડની ફિલ્મ તેરા ઈંતેઝારનું સાત દિવસનું શુટિંગ કચ્છમાં શરૂ થયું છે. આ માટે કલાકારો અરબાઝખાન અને બોલીવુડની જાણીતી અભિનેત્રી સન્ની લિયોની સહિતની ટીમ કચ્છ આવી પહોંચી છે.

સન્ની લિયોની કચ્છમાં,શા માટે આવી છે જાણવા વાંચો

કચ્છમાં માધ્યમો સમક્ષ રૂબરૂ થતા આ કલાકારોએ કચ્છ દર્શન માટે બે દિવસનું શિડુયલ વધુ કરાયું હોવાનું  જણાવ્યું હતું. પ્રથમ દિવસથી જ કચ્છની અનોખી ભાત સાથે અનોખો રોમાંચ હોવાનું કહીને ગરમીનો પ્રમાણ વધુ હોવા છતાં કચ્છમાં કામ કરવાની અને ફરવાની મજા આવી રહી છે તેમ આ કલાકારોએ જણાવ્યુ હતું.  કચ્છના સફેદ રણ, ગાંધીધામ સહિતની જગ્યાઓ પર ફિલ્મનું શુટિંગ કરાશે.

રોમાન્ટિક સસ્પેન્શ અને થ્રીલર સાથેની આ ફિલ્મ ચાહકોને પસંદ પડશે તેવો આસાવાદ વ્યકત કરાયો હતો.  ખાસ કરીને કચ્છના નિર્માતાઓની વતનપ્રેમ હોવાના કારણેે મુંબઈ કરતા શુટિંગ ખર્ચ વધુ હોવા છતાં અહીં શુટિંગનું શિડયુલ કરવાયું છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર