IPL10: સની લિયોની સાથે કોમેન્ટ્રી કરશે સુનીલ ગ્રોવર

Apr 10, 2017 12:46 PM IST | Updated on: Apr 10, 2017 12:46 PM IST

મુંબઇ #ધ કપિલ શર્મા શોને અલવિદા કર્યા બાદ કોમેડિયન સુનીલ ગ્રોવર હવે કોમેન્ટ્રી કરતો નજર આવશે. સુનીલે જાતે ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી છે. સુનીલે પોતાના એકાઉન્ટ પર એક વીડિયો શેયર કર્યો છે જેમાં એણે કહ્યું છે કે તે આઇપીએલ સિઝન 10માં કોમેન્ટ્રી કરશે.

સુનીલે એક વીડિયો શેયર કર્યો છે. જેમાં તેણે કહ્યું છે કે, હું સુનીલ ગ્રોવર અને હું તમારી સમક્ષ યૂસી ન્યૂઝ એપ પર 13 એપ્રિલે લાઇવ કોમેન્ટ્રી કરતો નજર આવીશ, અને મારી સાથે હશે બેબી ડોલ, આ વીડિયોમાં જોકે સુનીલે સની લિયોનીના નામનો ઉલ્લેખ નથી કર્યો પરંતુ લૈલા અને બેલી ડોલ કહી એણે આ વાત તરફ ઇશારો જરૂર કર્યો છે કે એની સાથે લાઇવ કોમેન્ટ્રીમાં સની લિયોની જ હશે.

IPL10: સની લિયોની સાથે કોમેન્ટ્રી કરશે સુનીલ ગ્રોવર

13 એપ્રિલે શાહરૂખ ખાનની ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સ અને પ્રીતિ ઝીંટાની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મેચ રમાવાની છે. અહીં નોંધનિય છે કે, ગત મહિને એક ફ્લાઇટમાં કપિલ શર્માના અભદ્ર વ્યવહાર બાદ સુનીલ ગ્રોવરે કપિલ શોનો બોયકોટ કર્યો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર